ડીસા તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રાષ્ટ્રસેવા અને જનહિત ને સર્વોચ્ચ માનનારા સાચા કર્મયોગી, આદર્શવાદી વિશ્વનેતા, આત્મનિર્ભર ભારતના પ્રર્ણેતા, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૩ મા જન્મદિવસ પર સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગોવર્ધન કોલ્ડ સ્ટોરેજ કંસારી ખાતે ડીસા તાલુકા યુવા ભાજપ દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમા રાજ્યસભા પૂર્વ સાંસદ દીનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ ગલાબજી ઠાકોર, મહામંત્રી શ્રી બાબરસિહ વાઘેલા, જીલ્લા માલધારી સેલ સહ સંયોજક જયેશભાઈ દેસાઈ, યુવા મોરચા પ્રમુખ જીતુભાઈ સુથાર, બનાસકાંઠા જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિમાંશુ બારોટ સહિત મોટી સંખ્યામા લોકોએ રક્તદાન કરી આ સેવાના અવસર નો લાભ લઈ નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી… તેમજ બ્લડ ડોનેટરોને જયેશભાઈ દેસાઈ દ્વારા ટ્રોફી વિતરણ કરવામાં આવી
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *