ડાંગ 108 દ્વારા સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

આહવા ના પાંડવા ગામની મહિલા સુકરીબેન દેવરામભાઈ માહલા ઉંમર 28 વર્ષ રાત્રે 2:30 કલાકે પ્રસૃતિ નો દુખાવો ઉપડતા આહવા 108 ની ટીમ પર કોલ મળતા જ ફરજ પર હાજર પાયલોટ સમીર કે સૈયેદ અને ઈ. એમ.ટી છોટુભાઈ ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળ પર પોચી ગયા હતા અને મહિલા ને લઇ આહવા સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયાં હતા તે દરમિયાન રસ્તામાં મહિલા ને વધુ પ્રસુતિની પીડા ઉપડતા ઈ. એમ. ટી છોટુભાઈ અને સમીરભાઈ એ સમય સૂચકતા વાપરી એમ્બુલન્સ ને રસ્તામાં મા થોભાવીને બાળક ની પ્રસુતિ સલામત રીતે કરવામાં આવી હતી ત્યાર બાદ જરૂરી સારવાર આપી તેણીને આહવા સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા અને માતા અને બાળક બેબી ગર્લ સ્વસ્થ છે
આથી દર્દીના પરિવાર જનોમાં ખુશી ની લાગણી ફેલાઈ હતી. અને 108 ની કામગીરીને બિરદાવી હતી અને સાથે સાથે ડાંગ જિલ્લાના 108 ના ઈ.એમ.ઈ સંજયભાઈ વાઘમારે દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રસુતા ના સબંધી ઓ દ્વારા 108 નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અમરનાથ જગતાપ ડાંગ વધુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *