પ્રફુલભાઇ શુક્લ ની કથા થી જીવનમાં પરિવર્તન આવે છે :ડી વાય.એસ.પી, સુનિલ પાટીલ

“1985માં ધરમપુર ના દરબાર ગઢ માં પૂજ્ય પ્રફુલ બાપુ ની મેં કથા સાંભળી હતી ત્યારે હું 12માં ધોરણ માં નાપાસ થઇ ને હતાશ થઇ ગયો હતો, પણ બાપુ ની વાણી થી એવુ જોશ આવ્યું કે આજે ગોડ મેડલ લઇ ને આહવા ડાંગમાં ડી વાય એસ પી ના સ્થાન પર બેઠો છું “ઉપરોક્ત શબ્દો આજે ડો, હેમન્તભાઈ પટેલ દ્વારા આયોજિત સ્વારાજ આશ્રમ માં પ્રફુલભાઇ શુક્લ ની દેવી ભાગવત કથા માં પધારેલા આહવાડાંગ ના ડી વાય એસ પી સુનિલ પાટીલ ઉચ્ચાર્યા હતા, પૂર્વ પ્રિન્સિપાલ બી એન જોશી, હસમુખભાઈ પટેલવાપી, બિપીનભાઈ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વનરાજભાઈ નાયક, ડો, શરદભાઈ, પૂજારી વિજયભાઈ જોશી દ્વારા પાટીલ સાહેબ નું સ્વાગત કરીને ધર્મ ગ્રંથ ભેટ કરવામાં આવ્યો હતો, આજે જશુબેન જીવલું ભાઈ તરફ થી અલ્પ હાર આપવામાં આવ્યો હતો, ભારતીબેન ગાયકવાડ ના નિવાસે, પુષ્પા સાવન્ત, જયવંતા પવાર, અને સુમિત કાંટારે ના યજમાન પદે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો પૂજ્ય બાપુ એ આજે કથા માં ચંડ મુંડ ના નાશ માટે ચંડિકા માતા ની કથા નું વર્ણન કરી ને 108દીવડા ની મહા આરતી ઉતારી હતી રવિવારે ધર્મચાર્ય પરભુ દાદા તરફ થી મહાપ્રસાદ આપવામાં આવશે, ગૌરવ કટારે, જગદીશ ભોંયે અને રામભાઈ ઝાખરાઈ દ્વારા વ્યવસ્થા થઇ રહી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *