કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્કનું આયોજન કરાયું

લોક સંવાદ સહ્રદયતાથી યોજતા રાઘવજી પટેલ કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્કનું આયોજન કરાયું

જામનગર (ભરત ભોગાયતા)

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોકસંપર્કનું દર અઠવાડિયે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહે છે. તેમજ મંત્રીશ્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો પરત્વે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે. તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરીને લોકપ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.તેમ એક કવરેજમા જામનગર જીલ્લા માહિતી કેન્દ્રના માહિતી મદદનીશ જલકૃતિ મહેતાએ જણાવ્યુ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *