ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ દ્વારા મેટ્રો પ્રવાસ

જાહેર પરિવહન પ્રત્યે જનજાગૃતિનો સંદેશ

ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલે આજે પોતાના નિવાસસ્થાનેથી ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. મેયરશ્રી એ તેમના નિવાસસ્થાન નજીક રાયસણ સ્ટેશનથી જૂના સચિવાલય સ્ટેશન સુધી તેમણે મુસાફરી કરી હતી. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પર્યાવરણમિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી.

મેયરશ્રીએ જણાવ્યું કે શહેરના વિકાસ સાથે સુવ્યવસ્થિત અને આધુનિક પરિવહન વ્યવસ્થા પણ અત્યંત જરૂરી છે. મેટ્રો સેવા સમયની બચત, ટ્રાફિકમાં ઘટાડો અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાગરિકો વધુને વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો સ્વચ્છ અને હરિયાળું શહેર નિર્માણમાં સૌનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

આ અવસરે તેમણે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેર પરિવહનના ઉપયોગ અંગેની અપીલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ વારંવાર દેશના નાગરિકોને જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય, ઈંધણની બચત થાય અને પર્યાવરણનું સંરક્ષણ શક્ય બને.

અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલી સાત અપીલ અંતર્ગત મેયરશ્રી એ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM