ખેડા જિલ્લાના નડિયાદ મુકામે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ના અધિકારી અને કર્મચારીઓ દ્વારા નડિયાદ નગરપાલિકા ખાતેથી નડિયાદ નગરના નાગરિકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ કેળવાય અને તેનાથી બચવાના ઉપાયો અંગેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નડિયાદના રાજમાર્ગો ઉપર ફરી હતી અને સંતરામ મંદિર ખાતે સમાપન થયું હતું. રેલીમાં નેશનલ ડિઝાસ્ટર ટીમના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા. રેલીના અંતે સંતરામ મંદિર પાસે અધિકારીઓ દ્વારા કોરોના અંગે પોતે જાગૃત રહી સ્વબચાવ કરશે અને બીજાને સ્વબચાવ માટે પ્રેરણા આપશે તે અંગેના શપથ લેવામાં આવ્યા હતા.
