શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૩૭ કૃતિઓ રજૂ કરાઇ
જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ નોલેજ હાઇસ્કૂલ નડિયાદ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી શિલ્પાબેન પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એ.પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી મુલાણીના માર્ગદર્શન હેઠળ આયોજીત કરવામાં આવેલ હતો. કલા ઉત્સવમાં સમગ્ર જિલ્લામાંથી કુલ – ૩૭ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતી. જેમાં શાળા દ્વારા અગાઉથી પ્રિરેકોડીંગ સાથે મોકલેલ કૃતિઓનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત સાથે કૃતિઓ રજૂ કરવામાં સફળ રહ્યા હતા. કોવિડ-૧૯ ને ધ્યાને રાખી પ્રિરેકોડિંગ પરથી મુલ્યાંકનકારોએ વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કર્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારીકચેરીના શ્રી ટી.એસ.સોલંકી, એઇઆઇશ્રી કારીયા, શ્રી સીજુ, ડીઆરસીના શ્રી કુલદિપસિંહ, એસએસએના શ્રી કાંતિભાઇ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની વ્યવસ્થા માટે નોલેજ હાઇસ્કૂલના ટ્રસ્ટશ્રી નિલયભાઇ અને કેમ્પસ ડાયરેકટરશ્રી જયભાઇ તેમજ સમગ્ર શાળા પરિવારે સહયોગ આપ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમના મુલ્યાંકનકાર તરીકે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ અને પ્રાથમિક શાળાના શિક્ષકગણે ફરજ નિભાવ હતી.
