ગુજરાત પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાત અંતર્ગત અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, સામાન્ય વહીવટ વિભાગ-પ્રોટોકોલના અધિક સચિવ શ્રી જ્વલંત ત્રિવેદી અને જિલ્લા વિકાસ અધિકારી તથા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *