છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ -: મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના જવાહર બાગ ખાતે ડૉ. શ્યામ પ્રસાદ મુખરજી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી બાજપયી એમ ત્રણ મહાન વિભૂતિઓની પ્રતિમાઓનું અનાવરણ સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, વાહનવ્યવહાર વિભાગના રાજ્યક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે થયું હતું. આ ઉપરાંત સરકારશ્રીની જુદી જુદી ગ્રાંટોમાંથી નિર્માણ પામનાર રૂ.૨૦૪/- લાખના કામોનું લોકાર્પણ અને રૂ.૨૬૫/- લાખના કામોનું ખાતમુહૂર્ત પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ અંકલેશ્વર તાલુકાની પ્રજા માટે ફીટનેશ સેન્ટરનું પણ મંત્રીશ્રી લોકાર્પણ કર્યું હતું.

        મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અંદાજીત ચાર કરોડ સિત્તેર લાખની રકમના ખર્ચે અંકલેશ્વર નગરાપાલિકાના તાલુકા જીમનું અને વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું છે. આ ઉપરાંત મહાન વિભૂતિઓની પ્રતિમાઓનું અનાવરણ થયું છે ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.  આ પ્રસંગે મંત્રીશ્રીએ અંકલેશ્વર તાલુકાની તમામ પ્રજા ફીટનેશના સાધનોનો ભરપૂર ઉપયોગ કરે અને સ્વાસ્થ્ય – તંદુરસ્તી પ્રત્યે સજાગ બને તેવી આશા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરીયા, આગેવાન પદાધિકારીઓ, અધિકારીગણ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.   

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *