ભાજપાની બુથસ્તર સુધીની સંગઠનવ્યવસ્થા ભાજપાની સૌથી મોટી શક્તિ છે – શ્રી હર્ષભાઈ સંઘવી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘કાર્યકર્તા સંકલન બેઠક’ યોજાઈ

ભાજપા સંગઠનની શક્તિનો સાચો આધાર બુથનો કાર્યકર્તા છે અને કાર્યકર્તાની સક્રિયતાથી જ સંગઠનની વિચારધારા અને વિકાસનો સંદેશ જનજન સુધી પહોંચે છે – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

પ્રભાવી જનસંપર્ક, નાગરિકો સાથે સીધો સંવાદ, સંકલન તથા લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાદર્શન હેઠળ ગાંધીનગરમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યો થયા છે -શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

નાગરિકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને કેન્દ્રસ્થાને રાખીને જનસેવાના સંકલ્પ સાથે આગળ વધવા કાર્યકર્તાઓને પ્રેરિત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

ભાજપાની બુથસ્તર સુધીની સંગઠનવ્યવસ્થા ભાજપાની સૌથી મોટી શક્તિ છે – શ્રી હર્ષભાઈ સંઘવી

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને સંગઠનાત્મક કામગીરી, જનસંપર્ક અને બુથ સ્તરની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઇ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ગઈકાલે મોડી સાંજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘કાર્યકર્તા સંકલન બેઠક’ યોજાઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને સંગઠનાત્મક તૈયારીઓ, જનસંપર્ક અને બુથ સ્તરની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભાજપા સંગઠનની શક્તિનો સાચો આધાર બુથનો કાર્યકર્તા છે અને કાર્યકર્તાની સક્રિયતાથી જ સંગઠનની વિચારધારા અને વિકાસનો સંદેશ જનજન સુધી પહોંચે છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભાવી જનસંપર્ક, નાગરિકો સાથે સીધો સંવાદ, સંકલન તથા લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાદર્શન હેઠળ ગાંધીનગરમાં અનેકવિધ વિકાસલક્ષી કાર્યો થયા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેરે વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે વિકાસની આ ગતિને વધુ વેગવાન બનાવવા માટે નાગરિકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને કેન્દ્રસ્થાને રાખીને જનસેવાના સંકલ્પ સાથે આગળ વધવા કાર્યકર્તાઓને પ્રેરિત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીની બુથસ્તર સુધીની સંગઠનવ્યવસ્થાને તેઓએ ભાજપાની શક્તિ ગણાવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવેએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું.

બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ચૂંટણી પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહ પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, મંત્રી શ્રીમતી દર્શનાબેન, પ્રદેશ મંત્રી શ્રી નીરવભાઈ અમીન, ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, પ્રદેશ દ્વારા નિયુક્ત ચૂંટણી પ્રભારી શ્રી અમિતભાઈ શાહ, સહ પ્રભારી શ્રી જતીનભાઈ પટેલ, સાંસદશ્રીઓ શ્રી હસમુખભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશજી ઠાકોર સહિત આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *