“સહકારથી સમૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણના ધ્યેય સાથે આપણે સૌ સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.” * આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી

રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા (વર્ષ ૨૦૨૫-૨૬) માં ઉપસ્થિત રહી મારા ખેડૂત ભાઈઓ અને પશુપાલકો સાથે સંવાદ કરવાનો ઉત્તમ અવસર મળ્યો. “
આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી

“જામકંડોરણાની પવિત્ર ધરતી પરથી જે સહકારનો છોડ રોપાયો હતો, તે આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકો માટે એક વિશાળ વટવૃક્ષ બનીને આધારસ્તંભ બન્યો છે. “

“દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને દેશના પ્રથમ સહકારિતા તથા ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના મજબૂત નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ” નો મંત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. આ જ દિશામાં આગળ વધીને, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક-સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા સહકારી માળખાને વધુને વધુ સશક્ત બનાવવાનો આપણી ડબલ એન્જિન સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે.”
આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી

સભાસદના આકસ્મિક અવસાનના કિસ્સામાં તેમના પરિવારને રૂ. ૧૫ લાખ સુધીની સહાય અને ખેડૂતોને ૦% વ્યાજે ધિરાણ જેવી યોજનાઓ સહકારી ક્ષેત્રને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવી રહી છે.

આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને ગોબરધન યોજના, બાયો-સી.એન.જી. પ્લાન્ટ્સ તથા દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવી તકોનો લાભ લેવા આહ્વાન કર્યું.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી Shankar Chaudhary , મંત્રીમંડળના આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી ના સાથી શ્રી Kunvarji Bavaliya , શ્રી Kantilal Amrutiya Morbi , પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી Jayesh Radadiya સહિત અન્ય ધારાસભ્યશ્રીઓ, પક્ષના અગ્રણીઓ, ડેરી તથા સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, ફેડરેશનના ચેરમેનશ્રીઓ, દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા.

“સહકારથી સમૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણના ધ્યેય સાથે આપણે સૌ સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.” * આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *