
જિલ્લાના શ્રમિકબંધુઓને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ

સમગ્ર રાજ્યભરમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ ૧૫૫ નવા ભોજન કેન્દ્રોનો પ્રારંભ થયો છે આ કાર્યક્રમ માણસા ખાતે ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયો. લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શ્રમિકોને ટિફિન અને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું.શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માણસા ખાતે ભોજન વિતરણ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ની ઉપસ્થિત સૌ શ્રમિકોને દિવાળીની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન કેન્દ્રો થકી શ્રમિક અને તેના પરિવારને પૌષ્ટિક ભોજન સમયસર મળે એ દિશામાં કાર્ય થશે. શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળતા તેમને સારું આરોગ્ય મળશે. માટે તમામ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો મહત્તમ લાભ લેવા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એ અનુરોધ કર્યો હતો.


માણસા જિલ્લામાં શ્રમિક અન્નપુર્ણા યોજના અતંર્ગત આગામી સમયમાં શ્રમિકોની જરૂરીયાત મુજબ ભોજન મળી રહે. રાજ્યના અંદાજે દૈનિક ૭૫,૦૦૦થી વધુ શ્રમિકોને લાભ મળશે. નોંધનીય છે કે ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ – દ્વારા વર્ષ ૨૦૧૭ થી શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરવામાં આવેલ. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ ૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પોષ્ટિક ભોજન આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં અંદાજીત કુલ ૬૨૫ ગ્રામ અને ૧૫૨૫ કેલેરી ભોજન આપવામાં આવે છે.