વાંસદા ખાતે વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને અધિકારપત્રો અને માપણીશીટનું વિતરણ કરતાં આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ-અજમલગઢ ખાતે આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્વયે જંગલ જમીન ખેડતા ખેડૂતને  અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ,  જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીક ઉપસ્થિત રહયાં હતા.

આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાઍ જણાવ્યું હતું કે, રાજય સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં રાજય સરકારે ૧૩ લાખ ઍકર જંગલની જમીન આદિવાસી સમાજને ખેતી માટે આપી છે. રાજય સરકારે  આદિવાસીઅોની ચિંતા કરી ગામેગામ પીવાના પાણી, પાકા રસ્તા, બાળકોના અભ્યાસ માટે પાકી આંગણવાડી થી માંડીને ઍકલવ્ય મોડેલ સ્કુલ બનાવી છે. જેથી ગામડાંના બાળકો સારી રીતે અભ્યાસ કરી આગળ વધે તે માટે પ્રયાસો કરી રહયા છે.

આ અવસરે વધુમાં મંત્રીશ્રીઍ કહયુંં હતું કે, વનોનું રક્ષણ અને સંવર્ધન કરનારા વનવાસીઓનો ભવ્ય ઈતિહાસ રહેલો છે. આદિવાસી સમાજને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોવાનું જણાવી સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આદિવાસી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવું જરૂરી છે ઍમ જણાવી તેમણે રાજય સરકારની આદિજાતિ કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે  જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી છેવાડાનો આદિવાસી સમાજ આર્થિક રીતે સધ્ધર બન્યા છે.  આદિવાસીઓના વિકાસ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાઍ કાવડેજ ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ઝુલા બનાવવાની તાલીમાર્થી બહેનોની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે જંગલ જમીન ખેડતા ૧૧૨ ખેડૂત  ભાઇ-બહેનોને અધિકારપત્રો અને માપણીશીટ વિતરણ કરવામાં આવ્યા હતા.

 આ અવસરે  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, અગ્રણીશ્રી અશોકભાઇ ધોરાજીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી ઍમ.ઍલ.નલવાયા, પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી જીગરભાઇ નાયક સહિતના અગ્રણીઅો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *