સુમુલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરમાં ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્ઝવેઁશન એવાર્ડ – ૨૦૨૩ એનાયત કરાયો

રિપોર્ટ,મયુર પટેલ

સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી, સુરત (ગુજરાત)ના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ – ૨૦૨૩માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.તેમજ સુમુલ ડેરી, સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે “સર્ટિફિકેટ ઓફ મેરિટ” એનાયત કરવામાં આવ્યું છે. આ એવાર્ડ સુમુલ ડેરીના અધ્યક્ષ (શ્રી માનસિંહભાઈ કે.પટેલ) અને મેનેજિંગ ડિરેક્ટર (શ્રી અરુણભાઈ એચ. પુરોહિત)નેભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ દ્વારા ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩ (રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ) ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે.ભારતના ડેરી ઉદ્યોગમાં આ ઇતિહાસ હશે કે સુમુલ ડેરીએ ડેરી ક્ષેત્રમાંવર્ષ ૨૦૨૩માં ભારતભરમાંથી મળેલી કુલ ૩૨ અરજીઓ સામે એક જ વર્ષમાં બે એવોર્ડ મેળવ્યા છે. જેમાં સુમુલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

ભારત સરકારના કેન્દ્રીય ઉર્જા મંત્રીશ્રી આર.કે. સિંહ દ્વારા સુમુલડેરીના સુરત યુનિટને સર્ટિફિકેટ ઓફ મેરીટ એનાયત કરવામાં આવેલ છે. આ સર્ટિફિકેટ સુમુલ ડેરીના અધ્યક્ષ (શ્રી માનસિંહભાઈ કે.પટેલ) અને મેનેજિંગ ડિરેક્ટર (શ્રી અરુણભાઈ એચ. પુરોહિત)અને સુમુલના અધિકારીશ્રી કમલેશભાઈ પટેલ અને જીગ્નેશભાઈ ગણાત્રા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોને અર્પણ કરતા શ્રી માનસિંહ પટેલે જણાવ્યું હતું કે પશુ પાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મુકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે. તેઓએ એક અપીલ કરતા જણાવ્યું હતું કે ભારતના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં ડેરી ઉદ્યોગ અને દૂધ મંડળીઓ પણ આ મહાયજ્ઞમાં યોગદાન આપે તેવી આશા રાખું છું. અત્રે નોંધનીય છે કે સુમુલે ભારતની મુખ્ય સહકારી સંસ્થાઓની તુલનામાં ઊર્જા સંરક્ષણમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી છે.
આ એવોર્ડ વિવિધ કંપનીઓ પાસે મંગાવેલ અરજીઓનું સ્થળ પર ઓડિટ કર્યા બાદ તેની કામગીરી નક્કી થતી હોય છે ત્યાર બાદ આ એવાર્ડ માટે પસંદગી કરવામાં આવતી હોય છે. આ એવાર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલ કર્મચારીઓ/અધિકારીઓની ઉત્કૃસ્ટ કામગીરી બદલ મોટી ભેટછે.આ એવાર્ડ માટે સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો અભિનંદનના અધિકારી છે. છેલ્લા ૩ વર્ષ દરમ્યાન ઓટોમેશન અને ઉર્જા બચતના સક્રિય પ્રયાસોને પગલે આધુનિક સુધારા માટે આ એવાર્ડ આપવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ઉર્જા બચતની ઉત્કૃષ્ટ કામગીરી કરી નેશનલ એનર્જી કન્ઝવેશનના ૩ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ છે અને સુમુલડેરી દ્વારા છેલ્લા ૧૬ વર્ષમાં ઉર્જા બચતના ૯ એવાર્ડ મેળવી ચૂકી છે જે સુમુલ ડેરીના વ્યવસ્થાપક મંડળ અને અધિકારીઓના કૌશલ્યનું પ્રમાણ પત્ર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM