રાજ્ય કક્ષાના તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંક્લેશ્વર ના સ્પર્ધકો નો ઉજ્જવળ દેખાવ…..

8 સ્પર્ધકો પૈકી ત્રણ સ્પર્ધકે ગોલ્ડ મેડલ,ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો…

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

રાજ્ય કક્ષાના તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંકલેશ્વરની 8 સ્પર્ધકો પૈકી ત્રણ સ્પર્ધકે ગોલ્ડ મેડલ,ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું અમદાવાદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં અંકલેશ્વરની 8 સ્પર્ધકો પૈકી ત્રણ સ્પર્ધકે ગોલ્ડ મેડલ,ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ગૌરવવંતું કર્યું છે….
અંકલેશ્વરની તક્ષશિલા શાળામાં કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાઈકવોન્ડોના ક્લાસના કરાવવામાં આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાઈકવોન્ડો શીખી રહ્યાં છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત એમેચ્યોર તાઈકવોન્ડો એસોસિએશન દ્વારા
રાજ્યકક્ષાની તાઈકવોન્ડો સ્પર્ધા 2023-2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉસ્તાહ પૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધમાં અંકલેશ્વરના આઠ સ્પર્ધકોએ કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.આ સ્પર્ધમાં દ્રષ્ટિ યાદવ, ભાર્ગવી પટેલ, પિયુષ કુમાવતે ઉતકર્ષ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે શ્રેયા યાદવ,મયંક પટેલ,યાસીન ખલીફાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.જ્યારે સાર્થક તિવારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.તેમજ મિહિર પટેલે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આમ 3 વિધાર્થીઓને સુવર્ણ ચંદ્રક, 3 વિધાર્થીઓને સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થીને એક બ્રોન્ઝ પ્રાપ્ત કરી ભરૂચ અને અંકલેશ્વર શહેરનું નામ રાજ્ય કક્ષાએ અંકિત કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *