સરખેજ વોર્ડ ખાતે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથોનું આગમન

સરખેજ સી.એચ.સી અને વસ્ત્રાપુર રેલવે સ્ટેશન રોડ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમોમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.

5364 લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. 2274 લોકોએ કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ મેળવ્યો હતો. જેમાં લાભાર્થીઓની હાયપરટેન્શન, ડાયાબિટીસ, ટી.બી.જેવા રોગો માટે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

કાર્યક્રમોમાં 1405 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, 282 લાભાર્થીઓને પીએમ સ્વનિધી, 157 લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજના, 77 લાભાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન(અર્બન), 68 લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા, 35 લભાથીઓને પીએમ મુદ્રા લોન, 124 લાભાર્થીઓને પીએમ જન ઔષધી પરિયોજના સહિતની યોજનાઓના લાભો/ યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ, ખેલો ઇન્ડિયા અંર્તગત 80 ખેલાડીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, ડે.મ્યુનિસિપલ કમિશ્નર (પશ્ચિમ ઝોન), મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, વિવિધ કમિટીઓના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *