મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુર ખાતે શ્રી ગાયત્રી મંદિર, યજ્ઞશાળા અને શિવજી મંદિરની સફાઈ કરીને શ્રમદાન કર્યું.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે ૧૪ થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન ‛‛સ્વચ્છતા અભિયાન’’ ચલાવવામાં આવી રહ્યું છે.

આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પોતાના મતવિસ્તાર સંતરામપુર ખાતે શ્રી ગાયત્રી મંદિરમાં,તેમજ મંદિરની યજ્ઞશાળા અને શિવજી મંદિરની સફાઈ કરીને શ્રમદાન કર્યું.

ત્યારબાદ પ્રતાપપુરા ખાતે સંકટમોચન હનુમાનજી મંદિરની સફાઈ કરી મન પ્રફુલ્લિત થયું. આ પ્રસંગે સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,જિલ્લાના મહામંત્રીશ્રી રાવજીભાઈ પટેલ,તાલુકા સંગઠન ના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા,બીપીનભાઇ પટેલ,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલીયા સંતરામપુર નગરના મહામંત્રી શ્રી નીતિનભાઈ રાણા ,ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ ગરાશિયા,ભક્તજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *