ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા અને મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

હળવદ ના સપાકડા ગામે કોવીડ-૧૯ વેક્સિનેશનનો શુભારંભ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપકડા ખાતે 100 લોકો ને કોરોના વેકસીન અપાશે

તા. ૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવાઓ આપનાર પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવીડ રસી મૂકવાનો પ્રારંભ થયો. વિશ્વ ના સૌથી મોટા રસીકરણ મહા અભિયાન નો પ્રારંભ સવારે ૧૦:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુભારંભ કરાવ્યો. આતકે વિસ્તારમાં કોરોનાની રસીકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા તથા મોરબી- માળિયા ના ધારાસભ્યશ્રી બ્રીજેશભાઈ મેરજા હળવદ તાલુકાના સાપકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 લોકો ને કોરોના વેકસીન આપી કાર્યક્રમનો‌ શુભારંભ કરાવ્યો.

મોરબી જિલ્લા એસડીએમ ગંગા સિંઘ ના માર્ગદર્શન હેઠળ કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી હતી. ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની તૈયારીઓ કરવામાં આવી હતી.૧૬ તારીખ શનિવાર થી રસી આપવાની કામગીરી શરૂ કરવા આવી છે. સાપકડા માં રસીકરણ બુથ ઊભુ કરવામાં આવ્યું છે. સેન્ટર ખાતે અંદાજે ૧૦૦ લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસી આપવામાં આવશે. આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે તેમજ રસીનો જરૂરી જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે.સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો પ્રાપ્ય થયો છે.આ તકે મોરબી જિલ્લાના અધિકારીઓ રાજકીય આગેવાનો તેમજ હળવદ બ્લોક હેલ્થ ઓફિસર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અંકિત રાવલ હળવદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *