રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ગામ પરિક્રમા યાત્રાની મીટીંગ યોજાઈ.


ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલભાઈ દવે તેમજ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાના માર્ગદર્શન નીચે રાજકોટ જીલ્લા કિસાન મોરચા દ્વારા ગામ પરિક્રમાં યાત્રા કાર્યક્રમની મિટિંગનું આયોજન ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાના કુલ ૧૭ મંડલના પ્રમુખશ્રી અને મહામંત્રી હાજર રહ્યા હતા રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષશ્રી જે.પી નડ્ડા સાહેબ દ્વારા આયોજિત આજનો આ કાર્યકમ સંપૂર્ણપણે લાઈવ કરવામાં આવેલ હતો.
આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા કિસાન મોરચા પ્રમુખશ્રી વિનુભાઈ ઠુંમર, મહામંત્રીશ્રી વલ્લભભાઈ રામાણી, કાર્યાલય મંત્રીશ્રી અલ્પેશભાઈ વડાલીયા, આઇ.ટી. ઇન્ચાર્જશ્રી સતીશભાઈ પાનસુરીયા તેમજ જિલ્લાના મંડલના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *