





દેશના યશસ્વી ગૃહ મંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભાનાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં ભેળવીને ધરતીપુત્રોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રૂ. 1429 કરોડના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન સરકારે કર્યું છે, જે અંતર્ગત આજે, રૂ. 402 કરોડના પ્રથમ તબક્કાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના 39 જેટલા ગામોના ખેડૂતો માટે આજનો દિવસ ખૂબ આનંદનો છે. આ પ્રોજેક્ટ થકી 35,000 હેક્ટર જેટલા વિસ્તારમાં નમર્દા મૈયાના જળથી સિંચાઈની સુદૃઢ સુવિધા મળવાના લીધે ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને આ વિસ્તાર હરિયાળો બનશે. આ ઉપરાંત, સાણંદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજના અવસરે કર્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 756 જેટલા આવાસોનો ડ્રો તેમજ સાણંદ તાલુકામાં સ્વચ્છતા હેતુ કચરાના એકત્રીકરણ માટે 71 જેટલા વાહનોનું લોકાર્પણ કર્યું.