મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાજ્ય સરકાર દ્વારા અપાય છે ખાસ રાહત ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ



ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વીજબિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજબિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૬,૬૩૭ ખેડૂતોને વીજ બીલમાં વાર્ષિક રૂ.૧.૬૭ કરોડની રાહત મળી છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, પાટણ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૩,૧૦૯ ખેડૂતોને વીજ બિલમાં વાર્ષિક રૂ.૬.૦૫ કરોડની રાહત આપવામાં આવી છે. તે જ રીતે રાજકોટ જિલ્લામાં ૧,૬૨,૩૨૫ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક રૂ.૧૬.૯૦ કરોડની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *