
૧૫૨-ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર માં સમાવેશ થયેલ વાલિયા-ઝઘડિયા-નેત્રંગ તાલુકા ના ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ હતો.જેને લઈ ગ્રામજનોએ રસ્તા માટે સ્થાનિક પદાધિકારીઓ તથા સક્ષમ સત્તાધિકારી ને રજુઆત કરી હતી.આ રજૂઆત નેત્રંગ ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા સુધી પહોંચીહતી. તેમણે જિલ્લા પંચાયતના સકીય સત્તાધિકારીઓ સાથે સકારાત્મક રજૂઆત કરી હતી. ધારાસભ્યની સકારાત્મક રજૂઆતને તંત્ર દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળતા ઝઘડિયાના કદવાલી સ્ટેશન થી ચોકી સુધી, રઝલવાડા સ્ટેશન થી રઝલવાડા ગામ સુધી, રઝાલવાડા સ્ટેશન થી કાંટોલગામ સુધી, ભાવપુરા થી વેલુગામ સુધી નેત્રંગ તાલુકામાં કાંટીપાડા ફોરેસ્ટ ફળીયા થી મેઇન રોડ સુધી, મેઈન રોડ થી બોરખાડી ગામ સુધી તેમજ કવચીયા ગામ નો રસ્તો અને નાળું નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની નદી પરનો કોઝવે નુ ધોવાણ થતા નમૅદા જીલ્લા નાડેડીયાપાડા તાલુકાના ગારદા મંડાળા ને જોડતો ટૂંકા ગાળાનો રસ્તો બંધ હતો તે ૩૫ વર્ષ બાદ કોઝવે તેમજ રોડ રસ્તાનું કામ મંજુર થતા મોટા જાંબુડા તેમજ મંડાળા પંથક મા આનંદ ની લાગણી ફરી વળી છે ધાણીખુટ થી વરખડી નો રસ્તો આ તમામ કામો નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેષ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે , નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા જીલ્લા પંચાયત સભ્ય અલ્પેશભાઈ વસાવા જીલ્લા પંચાયત સભ્ય લતિફભાઈ કડીવાલા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સરપંચો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા અવારનવાર આવાં વિકાસ નાં કામોથકી ધારાસભ્ય રીતેષવસાવા ભારે લોકચાહના મેળવી રહ્યા છે
