

કમલમ ન્યુઝ ઇકબાલ મેમણ હિમતનગર
લાંબડીયા ગામે આજે તારીખ 26-૨- 2024 ના રોજ આદિવાસી સમાજના મસીહા અને જેમની આજે પણ ભારતના ઘણા રાજ્યોમાં ભગવાનની જેમ પૂજા થાય છે તેવા મહાન આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરીના હસ્તે યોજાયું હતું. જેમાં ખેડબ્રહ્મા પોશીના વિજયનગર જેવા તાલુકાઓમાંથી તથા નજીકના રાજસ્થાનમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના તથા દરેક સમાજના લોકો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી કૈલાશ ચૌધરી ઉપરાંત કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી અને લોકસભા સીટના કલસ્ટર બાબુભાઈ જેબલિયા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, લોકસભાના સાંસદ શ્રી દિપસિંહજી રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, ભાજપ જીલ્લા ના મહામંત્રીઓ મહેન્દ્રસિંહ રહેવર તથા લોકેશભાઈ સોલંકી ખેડબ્રહ્મા ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ પોશીના પ્રમુખ રૂમાલભાઈ ધ્રાંગી વિજયનગર પ્રમુખ મયુરભાઈ શાહ જિલ્લા પંચાયતના સદસ્યો અમૃતભાઈ પટેલ, સોનલબેન સોલંકી, આનંદીબેન પટેલ, સોમજીભાઈ ખેર તથા તાલુકા પંચાયતના સદસ્યો ત્રણેય તાલુકાના મંડલ પ્રમુખો તથા ભાજપના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
