માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. સાથે જ સાબરકાંઠા જિલ્લાની વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક “વિકાસ વાટિકા”નું વિમોચન કર્યુ.

સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ. સાથે જ સાબરકાંઠા જિલ્લાની વિકાસની ગાથા રજૂ કરતા પુસ્તક “વિકાસ વાટિકા”નું વિમોચન કર્યુ.

આ બેઠકમાં વર્ષ 2024 – 25ના સાબરકાંઠા જિલ્લાના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ પૈકી વિવેકાધીન જોગવાઇ હેઠળ 686 કામો માટે રૂ.1015 લાખ, 5 ટકા પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત 21 કામો માટે રૂ. 35 લાખ, જિલ્લાની 6 નગરપાલિકાઓના 21 કામો માટે 150 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી નૈમેષભાઈ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદભાઈ વોરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM