







સુરતઃશનિવાર: ઓલપાડ તાલુકાના દિહેણ ગામેથી જિલ્લા પંચાયતની પીંજરત બેઠકમાં સમાવિષ્ટ કુલ રૂ.૧૩૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું વન, પાણી પુરવઠા અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત – લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રૂા.૫૮ કરોડના ખર્ચે તાપી આધારિત વરીયાવ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ઓલપાડ તાલુકાના ૧૯ ગામોને પાણી પુરવઠો પુરો પાડવા માટેની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. દરિયાકાંઠાના ખારાપાટના વિસ્તારોને પાણી પુરવઠો પુરો પાડવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાને લઈને ગામોની અંદાજીત વસ્તીનો સર્વે કરીને વિગતો આપવા સરપંચોને તેમણે અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ રૂ.બે કરોડના ખર્ચે લવારા આડમોર રોડ, રૂ.૫.૯૦ રોડના ખર્ચે ડભારી ગામેથી દરિયા કિનારા તરફ જતો રોડ, રૂ.૨.૧૦ કરોડના ખર્ચે તેના બરબોધન રોડ, રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે સરસ ગામથી સિધ્ધનાથ મહાદેવ મંદિર તરફ જતો રોડ, રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે ઓલપાડ કુદીયાણા રોડથી કુવાદ ગામને જોડતો રોડ તેમજ દિહેણ અરીયાણા રોડથી નહેર ઉપરનો રોડ, રૂ. ૧.૫૬ કરોડના ખર્ચે ખોસાડીયા ગામ તરફ જતો ડામર રોડ, રૂ. ૧.૯૦ કરોડના ખર્ચે કુદિયાણા ઓલપાડ રોડથી કાસલવા ખર્દને જોડતો ડામર રોડ તેમજ રૂ. ૩૦ લાખના ખર્ચે કાછોલ ગામથી રાજહંસ સુધી ડામર રોડનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે રૂ.૧૭ લાખના ખર્ચે છીણી ગામે પંચાયત ઘર, રૂ. ૧૭ લાખના ખર્ચે ટુંડા ગામે પંચાયત ઘર ખાતમુહૂર્ત અને રૂ.૧૭ લાખના ખર્ચે દિહેણ ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત પાણી પુરવઠા-સિંચાઈ વિભાગના વરીયાવ સુધારણા ભાગ-૧ યોજના હેઠળ દિહેણથી ટુંડા ગામે પાણીની લાઈન તથા સંપ અને ધનશેર ગામે તળાવથી વરસાદી પાણીના નિકાલ માટે અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના કામો મળીને કુલ રૂ. ૫૫.૮૪ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સ્ટ્રીટ લાઈટ, કેમેરા વીથ પીએ સિસ્ટમ, આંગણવાડી, આડમોર ગામે પ્રોટેક્શન વોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રધાનમંત્રી આવાસ મળીને કુલ ૧૩૫ કરોડથી વધુના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મંત્રીશ્રી હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, તા.પં. ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, તા.સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન લાલુ પાઠક, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ, સુનીલભાઈ, વિવિધ ગામોના સરપંચો, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
