
વોર્ડ–પ અને વોર્ડ–૬ માં વિવિધ વિસ્તારોમાં અનેકવિધ વિકાસકામોનું ખાતમુર્હુત કરાવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા
વિધાનસભા– ૬૮–રાજકોટ(પૂર્વ)માં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ અવિરત વિકાસ અને સેવાયજ્ઞને આગળ વધારતા વોર્ડ–પ અને વોર્ડ–૬ માં રૂ. ૪૮૬.ર૧ લાખના ખર્ચે વિવિધ વિસ્તારોમાં અનેકવિધ વિકાસકાર્યોનું ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, પૂર્વ ડે.મેયર વલ્લ્ભભાઈ દુધાત્રા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ. જેમાં રૂા. ૪૧,૪ર,૦૦૦/– ના ખર્ચે કુવાડવા રોડ પર કઈધઈોઈ ઓફીસ તોડીને નવી બનાવવાનું કામ,રૂા.૧૩,૪૦,૦૦૦/– ના ખર્ચે કેયુર પાર્કની બાજુનાં ભઈધઈકઈ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ,રૂા. રર,૦ર,૦૦૦/– ના ખર્ચે માલધારી સોસાયટી શેરી નં.૪ તથા તેના લાગુ શેરીમાં સી.સી. રોડ કરવાનું કામ, રૂા. ૧,પ૯,૦૦,૦૦૦ના ખર્ચે વોર્ડ–પની નવી વોર્ડઓફીસની બાજુમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ, રૂા.૧ર,૭૩,૦૦૦/– ના ખર્ચે નવાગામ જકાતનાકા થી કોર્પોરેશનની હદ સુધી સી.સી. રોડ પર ડીવાઈડર કરવાનું કામ, વોર્ડ–૬માં દુધસાગર હેડવર્કસથી સંતકબીર રોડ જલગંગા ચોક સુધી ડી.આઈ.પાઈપલાઈન નાખવાનું કામ, કનકનગરના રસ્તાના સાઈડ સોલ્ડરમાં જનભાગીદારી યોજના અંતર્ગત પેવિંગબ્લોકનું કામ, સંજયનગર (ધરા માર્કેટ), મહેશનગર, શ્યામનગર, શકિત સોસાયટી, રસ્તાના સાઈટ સોલ્ડરમાં જનભાગીદારી અંતર્ગત પેવિંગબ્લોકનું કામ, રૂ. ૪૦,૩ર,૦૦૦/–ના ખર્ચે ઝૂ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રધ્યુમન પાર્કમાં ત્રણ નવી કેન્ટીન કરવાનું કામ,રૂા. રપ,૩ર,૦૦૦/– ના ખર્ચે પ્રધ્યુમન પાર્કમાં બ્લેકસ્વાન અને ક્રાઉન પીજીયન માટે પાંજરા બનાવવાનું કામનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા 'જયા માનવી ત્યા સુવિધા' ના મંત્રને સાકાર કરતા અનેક વિકાસ કાર્યો ને વેગવંતા બનાવાયા છે, છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ભાજપ સરકાર સતત કાર્ય કરી રહી છે ત્યારે વિધાનસભા–૬૮ના રહેવાસીઓને રોડ–રસ્તાના કામો, ડી.આઈ. પાઈપલાઈનના કામો, આંતરમાળખાકીય કામો અને પ્રાથમિક સુવિધાસભર કામોથી સુખ, સુખાકારી અને સગવડતામાં વધારો થાય અને લોકોનું જીવન સરળ બને તે માટે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુર્હુત કરવાનો અવસર મળ્યો હોવાનું જણાવી આગામી વર્ષોમાં વિધાનસભા–૬૮ની વિકાસ યાત્રા વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. આ તકે સ્થાનિક રહીશો ધ્વારા ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડનું પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માનિત કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, શહેર ભાજપ મંત્રી ભગવતીબેન ધરોડીયા, વોર્ડપ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડપ્રમુખ પરેશ લીંબાશીયા, અંકિત દુધાત્રા, મહામંત્રી મુકેશ ધનસોતા, અનિલ ચૌહાણ, હરેશ ધંધુકીયા, કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, ડો. હાર્દીક ગોહીલ,ભાવેશ દેથરીયા, પરેશ પીપળીયા (પી.પી.), રસીલાબેન સાકરીયા, મંજુબેન કુંગશીયા, દેવુબેન જાદવ, વજીબેન ગોલતર, તેમજ વીરમભાઈ રબારી, કવાભાઈ ગોલતર, કલ્પનાબેન કિયાડા, કીન્નરીબેન ચૌહાણ, નજમાબેન પઠાણ, લાભુબેન માંગરોળીયા, ગીતાબેન સોનારા, હિનાબેન રાતોજા, શોભનાબેન ગજેરા, બીપીનભાઈ ગોહીલ, સતીષભાઈ સતાપરા, હાર્દિક કુંગશીયા, ઘનશ્યામભાઈ કુંગશીયા, પીન્ટુભાઈ રાઠોડ, મનસુખભાઈ જાદવ, વીકી ટાંક, વિપુલ પટેલ, જીગાભાઈ ખીંટ, નિરવ મોલીયા, વિજય ડોબરીયા, રાજુભાઈ પાટડીયા, ભૌતિક રામાણી, કેયુર કેરાળીયા, ખોડુભાઈ સેગલીયા, હાર્દિક વોરા, જગદીશભાઈ પીઠવા સહીતના સાથે વિવિધ શ્રેણીના કાર્યર્કર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
