આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના બૌધાન, મોરીઠા અને કલમકુવા ખાતે વિવિધ યોજના અંતર્ગત રૂ.૫૪.૧૧ કરોડના ૩૫ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું

બૌધાન ખાતે બારડોલીના સાસંદશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિઃ

ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છેઃ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના બૌધાન, મોરીઠા અને કલમકુવા ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજુર થયેલા રૂ.૫૪.૧૧ કરોડના ૩૫ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. માંડવીના બૌધાન ગામે આયોજિત કાર્યક્રમમાં બારડોલીના સાસંદશ્રી પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવી વિકાસના કામોમાં હરણફાણ ભરી રહ્યું છે. રાજય સરકાર નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરીને એ દિશામાં કામ કરી રહી છે. ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું
રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યા હોવાનું જણાવતા મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાં અનુરોધ કર્યો હતો.
બૌધાન ગામે યોજાયેલા ખાતમુર્હુત પ્રસંગે સાસંદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવીને બાકી રહેલા ગામોને જોડતા રસ્તાઓનું નિર્માણ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન પટેલ, અગ્રણીશ્રી દિનેશભાઇ પટેલ, મીનાક્ષીબેન ગામતી, માંડવીના માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી,બૌધનગામના સરપંચશ્રી મીનાબેન રાઠોડ, તલાટી-કમ-મંત્રીશ્રી,ગ્રામપંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવીના બૌધાનગામ ખાતે વિકાસના વિવિધ યોજના અંતર્ગત મંજુર થયેલા રૂ.૨૮.૩૪ કરોડના ૧૫ કામોનું ખાતમુહૂર્તઃ

બૌધાનગામ ખાતેથી રૂ.૧૨.૯૩ કરોડના ખર્ચે ધરમપુર ઉશકેલ મુંજલાવ બૌધાન રસ્તા પર ચાર જેટલા નવા માઇનોર બ્રિજનું બનાવવાનો કામો, રૂ.૯ કરોડના ખર્ચે પુના ઉન કોસાડી ખંજરોલી વરેલી પાટણા રસ્તા સુધી ત્રણ જેટલા નવા માઇનોર બ્રિજોનું કામ, રૂ.૨.૬૧ કરોડના ખર્ચે બૌધાન વડોદ નોગામા રોડને જોડતા કિમ માંડવી એપ્રોચ રોડ, રૂ.૧.૭૧ કરોડના ખર્ચે ખોડંબા પાતલ રોડ, રૂ.૧.૯૪ કરોડના ખર્ચે ખંજરોલી ગવાછી રોડ, રૂ.૬૦ લાખના ખર્ચે વેગી કેવડીયાને જોડતો અરેઠ બૌધાન ધલા રસ્તો, કરંજ, કોસાડી, વરીપોર, રોસવાડ ખાતે રૂ.૧૨-૧૨ લાખના ખર્ચે આંગણવાડીનું બનાવવાના કામોનું મળીને કુલ રૂ.૨૮.૩૪ કરોડના ૧૫ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

માંડવીના મોરીઠા ખાતે વિકાસના વિવિધ યોજના અંતર્ગત મંજુર થયેલા રૂ.૧૯.૫૮ કરોડના ૧૪ કામોનું ખાતમુહૂર્ત

રૂ.૧૨.૮૦ કરોડના ખર્ચે માંડવી મોરીઠા કાલિબેલ રેગામા ખાતે નવા માઇનોર બ્રીજોનું કામો, રૂ.૧.૪૦ લાખના ખર્ચે ધંટોલી મોરીઠા સાલૈયા રસ્તાનું કામ, રૂ.૪૫ લાખના ખર્ચે ઇસર દાદરી ફળિયા રોડનું કામ, રૂ.૧૫ લાખના ખર્ચે રેગામા મંદિર ફળિયા રોડનું કામ,રૂ.૩૦ લાખના ખર્ચે કિમડુગરા ઉપલા ફળિયા રોડનું કામ,રૂ.૨૧ લાખના ખર્ચે આંબા આશ્રમ વરેહ ખાડી રોડનું કામ,રૂ.૩૩ લાખના ખર્ચે રાજવડ એપ્રોચ રોડનું કામ, રૂ.૩.૪૦ કરોડના ખર્ચે માંડવી વરેઠ રામેશ્વર રોડનું કામ, રૂ.૧૨ લાખના ખર્ચ ઇસરની આંગણવાડીનું કામ,રૂ.૧૨ લાખના ખર્ચે લીડકુવા આંગણવાડીનું કામ મળી કુલ રૂ.૧૯.૫૮ કરોડના ૧૪ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું

માંડવીના કલમકુવાગામ ખાતે વિકાસના વિવિધ યોજના અંતર્ગત મંજુર થયેલા રૂ.૬.૧૯ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત

રૂ.૧.૮૦ કરોડના ખર્ચે સઠવાવ કમલકુવા સરકુઇ રોડને જોડતો માંડવી ઝંખવાવ સ્ટેટ હાઇવેનું કામ, રૂ.૧.૮૦ કરોડના ખર્ચે ગામતળાવ ખરેડા કાટકુવા રખસખડી રોડનું કામ,રૂ.૭૨ લાખના ખર્ચે ગંગાપુર દેવગીરા રોડનું કામ,રૂ.૬૦ લાખના ખર્ચે ઝરી દઢવાડા એપ્રોચ રોડ,રૂ.૬૦ લાખના ખર્ચે ગાંગપુર હર્ષદ લાંબાપાટા રોડનું કામ,રૂ.૬૯.૫૦ લાખના ખર્ચે સોલી પેટરકુઇ રોડ મળીને કુલ રૂ.૬.૧૯ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

રિપોર્ટ,મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *