અમૃતકાળમાં નવા ભારતના નિર્માણ માટે સાંસદશ્રી શારદાબેન પટેલે મહેસાણા શહેર ખાતે “ન્યુ એજ લર્નિંગ સેન્ટર ફોર યુથ” ઇનોવેશન હબ અને સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર બનાવવા રૂપિયા 30 લાખની ગ્રાન્ટ ફાળવી.

મહેસાણામાં અમૃત મહેસાણા- સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશનથી પ્રેરાઇ સાંસદશ્રી શારાદાબેન પટેલે “ન્યુ એજ લર્નિંગ સેન્ટર ફોર યુથ : ઇનોવેશન હબ અને સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર” બનાવવા ગ્રાન્ટ ફાળવી,“આત્મનિર્ભર ભારત“ થી “આત્મનિર્ભર ગુજરાત” અને “આત્મનિર્ભર મહેસાણા”ની નેમ સાથે રાજ્યમાં સૌ પ્રથમ “અમૃત મહેસાણા: સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન”, પ્રધાનમંત્રીશ્રીના સેવેલા સ્વપ્ન સ્ટાર્ટઅપ મિશન થકી આત્મનિર્ભર ભારત માટે મહેસાણા જિલ્લાની કટિબધ્ધતા : મહેસાણામાં બનશે ન્યુ એજ લર્નિંગ સેન્ટર ફોર યુથ : ઇનોવેશન હબ અને સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર જિલ્લા વહીવટીતંત્રમ મહેસાણા દ્વારા શરૂ કરેલ અમૃત મહેસાણા મિશન યુવાઓને માર્ગદર્શન આપી આત્મનિર્ભર ભારત માટે પ્રેરીત કરશે.અમૃત મહેસાણાની સફળતા જિલ્લા કલકેટરશ્રીના અવિરત પ્રયાસને આભારી છે,- જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન તારીખ 18.05.2023 થી શરૂ કરવામાં આવેલ છે,આ મિશનનો ઉદ્દેશ માન. પ્રધાનમંત્રીશ્રીની Startup India પહેલ અંતર્ગત મહેસાણા જિલ્લા તથા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રત્યે યુવાનોમાં જાગૃતતા કેળવવાનો તેમજ મહેસાણા જિલ્લાને ઇનોવેશન હબ તરફ દોરી જવાનો છે, માન. મુખ્યમંત્રીશ્રીનો જે અભિગમ છે સ્ટાર્ટઅપ ગુજરાત થકી યુવાનોના વિકાસને વેગ આપવાં માટે નો જે આ મિશન થકી સાર્થક કરી શકાશે, આ મિશન થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પહેલ જેમ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા, SSIP પોલિસી વગેરે ગ્રામીણ યુવાનોના લાભ માટે જિલ્લા સ્તરે વધુ સારી રીતે અમલીકરણ થશે,
સદર મિશન અંતર્ગત યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રત્યે જાગરૂકતા અને દિશા-નિર્દેશક સાબિત થશે.જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણા દ્વારા આ મિશન અંતર્ગત તારીખ 18.5.2023 થી અત્યાર સુધીમાં વિવિધ સેમીનાર, 75 વેબિનાર, વર્કશોપ, સ્ટુડન્ટ મીટ અને ઇન્વેસ્ટમેન્ટ મીટ યોજવામાં આવેલ છે,આ શૂંખલામાં તા.03/03/2024 ના રોજ “મહેસાણા સ્ટાર્ટઅપ મહોત્સવ” નું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું, જેમાં વિવિધ સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં રોકાણકારો દ્વારા કુલ રૂપિયા 4.25 કરોડના રોકાણ માટે તત્પરતા દર્શાવેલ છે, માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “આત્મનિર્ભર ભારત” ના સપનાને સાકાર કરવાના હેતુથી, ન્યુ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-૨૦૨૦ થકી ઔદ્યોગિક ક્ષેત્રોને મજબૂત કરવા, ઇનોવેશન અને સંશોધન પર ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે સાથે સાથે નવા મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેટિવ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવેલ છે, “Startup India” ની પહેલ અંતર્ગત મહેસાણા જિલ્લાના માન. સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા માન. પ્રધાનમંત્રીની જન્મભૂમિ એવા મહેસાણા જિલ્લામાં પણ “આત્મનિર્ભર ભારત” થી “આત્મનિર્ભર ગુજરાત” અને “આત્મનિર્ભર મહેસાણા”ની નેમ સાથે રાજ્યમાં સૌ પ્રથમ “અમૃત મહેસાણા: સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન”ની થકી “સ્ટાર્ટઅપ અને ઇનોવેશન” ને પ્રોત્સાહન તથા યુવાનોની કુશળતા વધે તે માટે “ન્યુ એજ લર્નિંગ સેન્ટર ફોર યુથ” ઇનોવેશન હબ અને સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર બનાવવા માટે રૂપિયા 30.00 લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે,સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રવૃતિઓને વેગ આપવા તેમજ શિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનના કલ્ચરને પ્રોત્સાહન આપવા, વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન અંગે જરૂરી સંસાધનો, મેન્ટરશીપ અને નેટવર્કિંગની તકો પૂરી પાડીને યોગ્ય માર્ગદર્શન અને દિશા થકી એન્ટરપ્રેન્યોરશીપ, સફળ સ્ટાર્ટઅપ્સની સર્જનશીલતામાં મદદ કરવાના હેતુથી ગુજરાત સરકારના માન. આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન તેમજ મહેસાણામાં અમૃત મહેસાણા-સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન માટે માન.સાંસદશ્રી મહેસાણા શારદાબેન પટેલ દ્રારા “ ન્યુ એજ લર્નીગ સેન્ટર ફોર યૂથ ” સ્કીલ ડેવલોપમેન્ટ તથા ઇનોવેશન હબ બનાવવાં ગ્રાન્ટ ફાળવવાંમાં આવેલ છે, આમ આવતાં ૨૫ વર્ષ જે દેશનાં યુવાનો માટે અમૃતકાળ છે જેમાં મહેસાણા જિલ્લાના યુવાનોની પ્રગતિ માટે આ પ્રથમ સોપાન છે, શ્રીમતિ તૃષાબેન પટેલ માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આ ક્ષેત્રે જિલ્લા પંચાયતની પણ આગવી ભૂમિકા અદા કરવા તત્પરતા દર્શાવી છે, તાજેતરમાં ચૂંટાયેલ મયંકભાઈ નાયક માન. સાંસદશ્રી રાજ્યસભા, જુગલજી ઠાકોર માન.પૂર્વ રાજ્યસભા સાંસદ તેમજ શ્રી કરશનભાઇ સોલંકી, માન. ધારાસભ્યશ્રી, કડી વિધાનસભા (અ.જા) તથા શ્રી મુકેશભાઇ પટેલ, માન. ધારાસભ્ય, મહેસાણા, કીરીટભાઈ પટેલ માન. ધારાસભ્ય, ઊંઝા, શ્રી સુખાજી ઠાકોર માન. ધારાસભ્યશ્રી, બેચરાજી, સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય, ખેરાલુ, અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તેમજ જિલ્લાના તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રીએ દરેક કાર્યક્રમમાં હાજર રહી ભાગીદારી કરી આ કાર્યક્રમમાં જાગૃતતા દર્શાવી સતત પ્રોત્સાહન પૂરું પાડેલ છે,મહેસાણા જિલ્લાને ગૌરવ છે કે તમામ પદાધિકારીશ્રીઓએ જિલ્લાના યુવાનો માટે સ્ટાર્ટઅપ-ઇનોવેશન અને સ્કીલ ડેવલોપમેન્ટ થકી યુવાનોની કારકિર્દી માટે સતત પ્રયત્નશીલ રહી સંવેદનશીલતા દાખવી છે તેમજ આ બાબતે ભંડોળમાં વધારો કરવા ઉત્સુકતા દાખવેલ છે,ગુજરાત સરકાર દ્રારા i-Create તથા I-hub જેવા બે ઉચ્ચ કક્ષાના ઈનોવેશન હબ બનાવવામાં આવેલ છે એજ રીતે ઉત્તર ગુજરાતના વિકાસ માટે મહેસાણાનું ઇનોવેશન હબ મહત્વનું કેન્દ્ર બની રહેશે, આ ઇનોવેશન હબથી જીલ્લામાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રની માળખાકીય સુવીધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે અને ક્ષેત્રને અવરોધરૂપ પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં અલાયદા તંત્રની સહાય ઉપલબ્ધ થશે, તેમજ ઉત્તર ગુજરાતના તમામ જીલ્લાના ઉદ્યોગસાહસિકતા (એન્ટરપ્રેન્યોરશીપ) વિકાસને સુનિશ્ચિત કરશે, રોજગાર નિર્માણ અને આર્થિક વૃદ્ધિનું હબ બનશે અને સમગ્ર રાજયના યુવાનોની ઉદ્યોગસાહસિકતાથી જે ગુજરાતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નક્કર પગલું સાબિત થશે તેમજ ખાસ કરીને જિલ્લાના યુવાનોને માર્ગદર્શન આપી આત્મનિર્ભરતા તરફ લઇ જવા માટે મહેસાણા જિલ્લો આગામી સમયમાં અન્ય જિલ્લાઓ અને રાજ્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે,
સ્ટાર્ટઅપની દુનિયા માત્ર મોટા શહેરો પુરતી મર્યાદિત ના રહેતા છેવાડા યુવાનો માટે પણ આ સંસ્થા પ્રેરણા સ્રોત બની રહેશે, ગુજરાત સરકારની સંસ્થા ગુજકોસ્ટ તરફ થી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બનાવાનો પ્રોજેકટ હેડુવા-રાજગર ખાતે હાથ ધરાવવાં આવેલ છે. જિલ્લાની તમામ યુનિવર્સિટીઓ, સરકારી તેમજ ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આ મિશનમાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહેલ છે. તેમજ નીચેની સંસ્થા તથા કોલેજો અને યુનિવર્સિટી આ મિશનમાં ભાગીદાર તરીકે જોડાયેલ છે.
(1) ATTMANS
(2) i-HUB
(3) દૂધસાગર ડેરી, મહેસાણા
(4) ગણપત યુનિવર્સિટી, ખેરવા
(5) ગુજ-કોસ્ટ
(6) સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર
(7) ગુજરાત પાવર એન્જીન્યરીંગ & રીસર્ચ ઇન્સટીટ્યુટ
(8) ઇન્દ્રશીલ યુનિવર્સિટી
(9) જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણા
(10) ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી
(11) BIZSTART
જિલ્લા વહીવટીતંત્ર દ્રારા અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત નીચેના સ્ટાર્ટઅપને પાઈલોટ કરવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે,
(1) D3S Healthcare Pvt Ltd
D3S હેલ્થકેર આરોગ્ય ક્ષેત્રે સમાજ, હોસ્પિટલો અને ક્લિનિક્સને અસરકારક, ઓછા ખર્ચે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ઉપકરણો પ્રદાન કરીને જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(2) BIZSTART
(3) Simsy.io
ઉપરોક્ત બંને સ્ટાર્ટઅપ શિક્ષકો/પ્રોફેસરોને વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ઓફર કરે છે,
પ્રશિક્ષિત શિક્ષકો બિઝસ્ટાર્ટના પ્લેટફોર્મ અને મેટ્રિક્સનો લાભ લેતા વર્ષ-દર-વર્ષ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક માનસિકતાનું સતત સંવર્ધન કરી શકે છે,
વિદ્યાર્થીઓ માટે તેમના ઉદ્યોગસાહસિકતાના ગુણાંકને સમજવા માટે અનન્ય સાહસિકતા-કેન્દ્રિત સાયકોમેટ્રિક મૂલ્યાંકન, 800+ સમસ્યા નિવેદનો અને MSME તકો પર પ્રારંભિક સંશોધન વિગેરે પર કામ કરે છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM