સચિવશ્રી, સામાન્ય વહીવટ વિભાગ, આયોજન પ્રભાગ, શ્રીરાકેશ શંકરની અધ્યક્ષતામાં દસાડા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવા માટે શિક્ષકો અને વાલીઓની ખુબજ મહત્વની જવાબદારી છે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં મહાનુભાવો,અધિકારીશ્રીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી,સર્વ ધારાસભ્યશ્રીઓ,રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે.જિલ્લાના દસાડા તાલુકાની દસાડા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલ ખાતેથી સચિવશ્રી આયોજન શ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને ધોરણ ૧ માં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સચિવશ્રી આયોજન દ્વારા એ એસ.એમ.સી કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજીને પ્રશ્નો સમસ્યાઓ સાંભળીને બાળકો વિદ્યાર્થીઓ ના ભાવિ કારકિર્દી ના ઘડતર માટે શિક્ષકો અને વાલીઓ એ ટીમ વર્ક થી કામ કરવા ઉપર ભાર મૂકીને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેવા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે સચિવશ્રી સાથે રમૂજી મૂડમા વિદ્યાર્થીનીઓ દ્વારા નમો લક્ષ્મી યોજના અંગે ધોરણ 9 ,10 ,11 અને 12 માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારા આર્થિક લાભ રૂ. 50000 અંગે વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી.

સચિવશ્રી આયોજન અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કરાયું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ જેના પરિણામે બાળકોના અને વાલીઓના ચહેરા પર ખુશાલી જોવા મળતી હતી કાર્યક્રમમા ઉપસ્થિત વાલીઓ તેઓના વહાલા ભૂલકાઓના શૈક્ષણિક ભાવિ ઘડતરના રાજ્ય સરકારશ્રી ના કાર્યક્રમની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા કાર્યક્રમના અંતે સચિવશ્રી અને મહાનુભાવો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા આયોજન અધિકારી સહિત ગામના પદાધિકારીશ્રીઓ, આચાર્યશ્રી,શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM