“मैं चाहता हूँ कि इस देश के युवा आशा और अवसरों से भरा जीवन जिएँ।” – શ્રી નરેન્દ્રભાઈ મોદી
“ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તે સંકલ્પ આપણે સૌએ પૂરો કરવાનો છે” – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ





“કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના બીજા દિવસે સરસ્વતી તાલુકાની કોઇટા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.
“ગરવા ગુજરાતે આવો” – સ્વાગતગીત, નારીશક્તિના બાળવક્તા, પર્યાવરણ પ્રત્યે ગ્રામજનોની જાગૃતિ આજના દિવસની લાક્ષણિકતાઓ બની.
હાલ પ્રાથમિકમાં ૨૧૬ અને માધ્યમિકમાં ૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે પ્રાથમિકશાળાની આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૩૬, ધોરણ-૧ માં ૦૬, ધોરણ-૯ માં ૧૭ એમ કુલ ૫૩ અને માધ્યમિકશાળામાં ધોરણ-૯ માં ૮૦૬, ધોરણ-૧૧ (સા.પ્ર) માં ૫૫૫, ધોરણ-૧૧(વિ.પ્ર) માં ૭૮ એમ કુલ ૧૪૩૯ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૮૯ કુમાર અને ૫૫૦ કન્યાઓ છે.
આ પ્રસંગે શ્રી રફીકભાઈ, શ્રી રમેશજી, શ્રી બળદેવભાઈ, શ્રી બીપીનજી, શ્રી માતમજી, શ્રી જશુભાઈ, શ્રી મહિપતસિંહ, શ્રી લાલભાઈ, કોઇટાના સામાજિક આગેવાનો, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
“આ ત્રણ દિવસમાં ગુજરાતમાં એક પણ ઘરનું આંગણું એવું નહીં હોય કે જેના ઉંબરેથી બાળક દફ્તર લઈને શાળાએ જવા ન નીકળ્યું હોય”.
