જામનગરના રહેવાસી સાથે ફેસબુક ચીટીંગ થતા સાયબર ક્રાઇમ મા ફરિયાદ

સ્માર્ટ ફોન કે લેપટોપકે કોમ્પ્યુટરના ઉપયોગમા સાવચેતી રાખવા નિષ્ણાંતોની સલાહ

જામનગરમા એક વ્યક્તિ સાથે સાયબર ચીટીંગ થયુ હોય સાયબરક્રાઇમ મા ફરિયાદ કરી છેજામનગર ના રાજેશ કાસંદા (પટેલ)જે મહાવીર પાર્ક, શેરી નં.ર,ટેનામેન્ટ ન.૪૦૨, મેહુલનગર નજીક રહે છે તેને જણાવ્યુ છે કે હું છેલ્લા ઘણા સમય થી ફેસબુક એપલીકેશન વાપરી રહયો હતો, મારૂ આઈ.ડી. રાજેશ પટેલ ના નામે રજીસ્ટર છે. તા.રર-ર-ર૦૦૧ ના રોજ આ આઈ.ડી. કોઈ અજાણ્યા વ્યકતિએ હેક કરી નાખ્યું છે તેમજ આ અજાણ્યા વ્યક્તિએ મારા ફેસબુક એપલીકેશન ના સંબંધી તથા મીત્રો પાસેથી ગુગલ પે, ફોન પે અને પેટીએમ એપલીકેશન દ્વારા રૂપીયા ઉછીના લેવામાં મેસેજ કરે છે. આ શમ્સ અલગ-અલગ મોબાઈલ નંબર પર પૈસા નખાવાની માંગણી કરી રહયો છે. જેનું પુફ અમો એ આ અરજી માં જોડેલ છે અને આ વ્યકિતએ અમારૂ ફેસબુક આઈ.ડી. હેક કરી લીધેલ છે જેથી આ આઈ.ડી. અમો હાલ વાપરી શકતા નથી. આ વ્યકતિ એ અમારા સંબંધી-મીત્રોને આપેલા મોબાઈલ નંબર ૧ – મો.૯૦ર૫૧ર૦૬૯૦૨ – મો.૯૦૨૩૪૬રરપ૦માટે અજાણ્યા સખ્તની તપાસ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી નોંધી એ અજાણ્યા સખ્ત પર પગલા ભરવા તેમને વિનંતી કરીછેઆ અંગે જાણકરોનો મત છે કે એક અજાણ્યા સાથે ચેટીંગ ન કરવુ અજાણ્ય વ્યક્તિને બેંક કે ફોન જ નહી વિગતો પણ ન આપવી પાસવર્ડ સહેલા ન રાખવા પાસવર્ડ બદલતા રહેવુ વીક પાસવર્ડ જેમકે નામ જન્મતારીખ લગ્નતારીખ અટક વગેરે ન રાખવા જરાપણ ચીટીંગબથયાનુ લાગે તો ઇ એપ્લીકેશન બંધ કરી પોલીસને અરજી આપી જાણ કરવી અજાણી વ્યક્તિ ને ઘરની વિગતો પણ ન આપવી તેમજ અેમ કોઇપર શંકા જાય તો એલર્ટ રહેવુ જોઇએ એવી કેટલીય બાબતો છે જેમકે લાભ થશે નોકરી મળશે પૈસા મળશે સહાય મળશે એવા ફોન આવે તો માત્ર ફોન એપ્લીકેશન કે પાસવર્ડ કે ખાતાનંબર જ નહી કોઇ વિગત ન આપવી બાળકોને ફોન આપોતો સમજાવીને ઉપયોગ કરવા કહો કઇપણ બરાબર ન લાગે તો લગત ફોન કંપની નોપણ સપોર્ટ લેવો વગેરે ઘણી રીતે અેલર્ટ રહેવા જેવુ છે અને આપણ ને ફોન કે કોમ્પ્યુટરમા આપણા મેલ વગેરે ખોલતા ન આવડે તો વિશ્ર્વાસપાત્ર ની જ મદદ લેવી જોઇએ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *