ચૂંટણી ઇન્ચાર્જ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા ની અધ્યક્ષ સ્થાને સુબિર અને આહવા તાલુકામાં શ્રેણીબદ્ધ વિરાટ સભાઓ યોજાઈ છે
ડાંગ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને થોડા દિવસો બાકી છે ત્યારે ભાજપે પોતાના ઉમેદવારો ના પ્રચાર અને વિકાસકીય યોજનાઓ નો પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી દીધો છે. કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષ સ્થાને સુબીર તાલુકાના કસાડબારી,પીપલદાહડ, ગોંડલવિહીર,બોરખલ,અને આહવા ખાતે ઝંઝાવાતી સભાઓ ગજવી હતી.આ વિરાટ સભાઓને સંભોધતા મંત્રી ગણપતભાઈ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળની કોંગ્રેસ સરકારે આદિવાસી ઓને માત્ર વોટબેંક ની રાજનીતિ પૂરતું રાખ્યું છે. ભાજપે ડાંગમાં આદીવાસી બાળકો માટે અદ્યતન સુવિધાઓ સાથે ની એકલવ્ય સ્કૂલો,માધ્યમિક,પોલીટેક્નિક,સાયન્સ કોલેજ સાથે આદીવાસી દીકરીઓને નર્સિંગ કોલેજ પણ ઘર આંગણે ઉપલબ્ધ કરાવ્યું છે.સાથોસાથ વિકાસની યાત્રા હજી પણ ચાલુ જ રાખવામાં આવ્યા છે.ત્યારે ડાંગમાં કોંગ્રેસી નેતાઓ ભાજપની વિકાશયાત્રા જોઈ સાગમટે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેથી હવે કોંગ્રેસ મુકત ડાંગની શરૂઆત ના પગરણ માંડ્યા છે.મંત્રી ગણપતસિંહ વસાવા ની ઝંઝાવાતી સભાઓમાં પીપલદાહડ અને ગોંડલવિહીર ખાતે સેંકડો કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપ નો ખેસ ધારણ કરતા કોગ્રેસ છાવણીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો(.રિપોર્ટ ડાંગ-અમરનાથ જગતાપ)