
હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકમાં થી ૧૬ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની ૫ બેઠકમાંથી ૪ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે

હળવદ તાલુકા પંચાયત ચૂંટણીમાં કમળ ખીલ્યું હળવદ તાલુકા ની જિલ્લા પંચાયતની ટીકર બેઠક પર કોંગ્રેસના શિલ્પાબેન ધર્મેન્દ્ર એરવાડીયાનો નો ભવ્ય વિજય થયો હતો ,ભાજપ એ ૧૬ બેઠક પર મેળવ્યો વિજય ,જ્યારે ત્રણ બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત,જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાંથી કોંગ્રેસ એક બેઠક જીત્યું જ્યારે ભાજપ ચાર,હળવદ તાલુકા ની સાપકડા ઇસનપુર અને ટીકર બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે ચરાવડા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે મેદાન માર્યું છે,હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની કાંટે કી ટક્કર ગણાતી સાપકડા બેઠક પર મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલનો કારમો પરાજય થયો હતો જેયારે ભાજપના ચંદુભાઈ સિહોર નો ભવ્ય વિજય થયો હતો,હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ૧૩ બેઠક આવ્યા બાદ કોંગ્રેસે પોતાનું પ્રથમ ખાતુ સાપકડા બેઠક ઉપર મહિપાલસિંહ ઝાલા ખોલાવ્યું હતું,ભાજપનો ભવ્ય વિજય થતાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઢોલ-નગારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો (અંકિત રાવલ હળવદ)