
લોકશાહીના મહાપર્વને નિર્વિદને પાર પાડવા બદલ કેશુભાઈ પટેલે આભારની લાગણી વ્યકત કરી સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ઐતિહાસિક જીતનો દાવો કરતા જિલ્લા ભાજપ પ્રમુખ સંપન થયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણીના મતદાન બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે સમગ્ર ચુંટણી પ્રક્રિયા સંપૂર્ણ બંધારણીય ઢબે શાંતિ પૂર્વક અને નિર્વિને પરિપૂર્ણ થતા ચુંટણીપંચ , સંલગ્ન વહીવટી તંત્રો , આરોગ્ય તંત્ર , સુરક્ષા દળોનો અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર કચ્છની જનતાનો ખાસ આભાર વ્યકત કર્યો હતો .મતદાન બાદ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જિલ્લા પંચાયત , તમામ દસ તાલુકા પંચાયતો અને પાંચ નગરપાલિકાઓ પર ઐતિહાસિક વિજયનો દાવો કરતા જણાવ્યું હતું કે , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પેજ કમીટીની રણનીતી અને માઈક્રો બુથ મેનેજમેન્ટ થકી આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને કચ્છભરમાંથી કોંગ્રેસનો સફાયો કરશે એ બીલકુલ સ્પષ્ટ છે . સમગ્ર કચ્છભરમાં ભાજપનો ભગવો લહેરાશે . આ પ્રજા પર્વને નિર્વિને અને નખશીખ તટસ્થતા પૂર્વક સંપન્ન કરાવવા બદલ ચુંટણી અધિકારીઓ અને સુરક્ષાદળોનું ખૂબ જ નોંધપાત્ર યોગદાન રહયું છે . સમગ્ર મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે એ મુજબની કાબિલેદાદ કહી શકાય એવી કામગીરી માટે તેમણે ચૂંટણી આયોગ અને જિલ્લાના સુરક્ષાદળોનો તેમણે ખાસ આભાર વ્યકત કર્યો હતો . આ લોકપર્વને સફળ બનાવવા માટે આ ઉપરાંત આરોગ્ય તંત્ર સહિત અન્ય તમામ સરકારી એકમોનો પણ તેઓએ ખાસ આભાર માન્યો હતો . લોકશાહીના સ્તંભમાં ચોથી જાગીર ગણાતી મીડીયાના સભ્યોએ પણ લોકશાહીના સાચા સાધક બનીને પ્રજાજનો સુધી ક્ષણે ક્ષણની નિષ્પક્ષ અને સચોટ માહિતી પહોંચાડી હતી ત્યારે આવા સૌ પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયાના સભ્યો પ્રત્યે પણ તેમણે ખાસ કૃતઘ્ન ભાવ દર્શાવ્યો હતો . અંતમાં તેમણે મહિનાઓથી અવિરત , અવિરામપણે મહેનત કરતા કચ્છ જિલ્લા ભાજપ પરિવારના તમામ માનવંતા મોવડીઓ , વડીલો , સંગઠનના હોદેદારો , ચુંટાયેલા પ્રતિનિધીઓ , વિવિધ સેલ / મોરચાના પદાધિકારીઓ તથા ભાજપની ઉજળી પ્રણાલીના વાહક એવા સૌ કર્મનીષ્ઠ કાર્યકરોની વિશાળ ફોજનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .
