ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં બ્રહ્માકુમારીઝ દ્વારા હાથ ધરાયો રક્ષાબંધન અને નશા મુક્તિ માટે ૧૦ કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાનો કાર્યક્રમ.

 ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં બ્રહ્માકુમારીઝ દ્વારા હાથ ધરાયો રક્ષાબંધન અને નશા મુક્તિ માટે ૧૦ કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાનો કાર્યક્રમ.
 ગાંધીનગરમાં છેલ્લા ૪૮ વર્ષથી બ્રહ્માકુમારીઝ ખાતે પ્રભારી તરીકે સંચાલન કરી રહેલ આદરણિય કૈલાશ દીદીજીનુ મનપા મેયરશ્રી મીરાબેન પટેલે મોમેંટો આપી કર્યુ સન્માન 
 સામાન્ય સભામાં ઉપસ્થિત મેયર, ડેપ્યુટી મેયર સહિત સૌને દીદીજી એ પોતે આત્મ સ્મૃતિનુ તિલક કરી, ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધી, મુખ મીઠુ કરાવ્યુ.  
       ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બ્રહ્માકુમારીઝ ને મળેલ સાદર નિમંત્રણ અનુસાર બ્રહ્માકુમારીઝ દ્વારા પવિત્ર રક્ષાબંધન અને નશામુક્તિ માટે ૧૦ કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાનો સુંદર કાર્યક્રમ પણ બહુ સરસ રીતે શાંતિ થી યોજાઈ ગયો  મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઉપસ્થિત મેયરશ્રી મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેંડિંગ કમિટીના ચેરમેનશ્રી ગૌરાંગ વ્યાસ સહિત સૌ પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા પૂર્વ મેયરશ્રીઓને આદરણિય રાજયોગિનિ કૈલાશ દીદી દ્વારા આત્મ સ્મૃતિનું તિલક કરી ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધવામા આવેલ. સૌનુ ઈશ્વરીય વરદાન આપી સન્માન સહ સ્વાગત કરવામા આવેલ અને પ્રભુ પ્રસાદ્થી મુખ મીઠુ કરાવવામાં આવેલ.   આ સુંદર સમાગમ વેળાએ એ ગરવાંતીત ક્ષણ આવી કે જ્યારે મેયરશ્રી મીરાબેન પટેલ દ્વારા કોર્પોરેશન તરફથી મોમેંટો આપી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં  છેલ્લા ૪૮ વર્ષથી બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮ સેવાકેંદ્ર ના પ્રભારી તરીકે ઈશ્વરીય સેવાનું બેનમૂન સંચાલન કરી રહેલ આદરણિય રાજયોગિનિ કૈલાશ દીદીજી નું  વિશેષ સન્માન કરવામાં આવેલ.
      પાવન રક્ષાબંધનની સાથે સાથે ભારત સરકારના સહયોગથી ‘પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય’ દ્વારા ચલાવવામાં આવી રહેલ નશા મુક્તિ માટે ૧૦ કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાના  વિશાળ રાષ્ટ્રવ્યાપી અભિયાન પર પ્રકાશ પાડવામા આવેલ. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશા સેવનની દુષ્અસરો વિશે જાગૃતિ લાવવાનો અને લોકોને સારા સંસ્કારો તથા મજબૂત ચારિત્ર્ય પર આધારિત સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. જેની પ્રેરણા સ્વરૂપ સામાન્ય સભામાં ઉપસ્થિત સૌએ  ખુશીથી નશા મુક્ત રહેવાના સંકલ્પ લઈ જાહેર જનતાને આ વિશ્વ કલ્યાણકારી કાર્યક્રમમાં સહર્ષ જોડાવાનો સંદેશ આપેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *