રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

મતવિસ્તારના રોડ રસ્તા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે 14 મહિલા જનપ્રતિનિધિઓ ને કુલ 28 કરોડ રૂપિયા ફાળવાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન પર્વની એક મહત્વપૂર્ણ ભેટ રૂપે વિકાસલક્ષી કામો માટે કુલ 28 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે.

મહિલા ધારાસભ્યોને ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત વિસ્તારની રોડ રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસલક્ષી કામો માટે થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધુ સરળ બનશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *