બ્રહ્માકુમારીઝ ગાંધીનગર દ્વારા મંત્રીશ્રીઓને પવિત્ર રાખડી બાંધવામા આવી

બ્રહ્માકુમારીઝ ગાંધીનગર દ્વારા મંત્રીશ્રીઓને પવિત્ર રાખડી બાંધવામા આવી

બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮ ગાંધીનગર પ્રભારી આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ ગાંધીનગર સુવર્ણ સંકુલ ખાતે સરકારશ્રીના મંત્રીશ્રીઓને આત્મસ્મૃતિનું તિલક કરેલ અને ઈશ્વરીય પ્રેમ, શક્તિ અને વરદાન યુક્ત રાખડી બાંધી ઈશ્વરીય વરદાન એનાયત કરી, મુખ મીઠું કરાવેલ.
બ્રહ્માકુમારીઝના મિડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર દીદીજીએ ગત ૨૪ અને ૨૫ ઓગસ્ટ્ના રોજ સુવર્ણ સંકુલ ૧ અને ૨ ખાતે માન. (૧) શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ, મંત્રીશ્રી આદિજાતી વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યો, (૨) શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી મંત્રીશ્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો,(૩) શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ મંત્રીશ્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો, (૪) ડૉ.પ્રદ્યુમન ગનુભાઈ વાજા,મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, (૫) શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ મંત્રીશ્રી, નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ (૬) શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલ રા.ક.મંત્રીશ્રી, નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી, (૭) શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા, રા.ક.મંત્રીશ્રી, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન, (૮) સંજયસિંહ વિજયસિંહ મહીડા રા.ક.મંત્રીશ્રી,મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ,(૯)ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા,માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, (૧૦) ડૉ.જયરામભાઈ ચેમાભાઈ ગામીત રા.ક.મંત્રીશ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન,(૧૧) શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા રા.ક.મંત્રીશ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, (૧૨) શ્રી પૂનમચંદ છનાભાઈ બરંડા રા.ક.મંત્રીશ્રી આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ને તથા કાર્યાલય ખાતે રક્ષાબંધન કરવામા આવેલ.
રાખીના આ શાંતિપુર્ણ પણ શક્તિશાળી સુંદર ક્ષણોએ માન.મંત્રીઓ અને રા.ક.મત્રીશ્રીઓએ સંસ્થાનો દિલથી આભાર માનેલ. રાખીની ખર્ચી તરીકે દીદીજીના સ્વાસ્થ્યયુક્ત દીર્ઘાયુની શુભકામના પાઠવેલ. સસ્થા તરફથી સંસ્થાના સ્થાનિક સેવાકેન્દ્ર સેકટર.૨૮ ગાંધીનગર તથા હેડક્વાર્ટર આબુ રાજ ની મુલાકાતે આવવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પાઠવેલ.
રક્ષાબંધન કાર્યક્રમમા દીદીજીની સાથે બ્રહ્માકુમારીઝ ડેલિગેશનમા ઉર્જાનગર-૧ સેવાકેંદ્ર પ્રભારી બી.કે.રંજનબેન, સેક્ટર.૨૮ના સહપ્રભારી બી.કે.જુગ્નુબેન, બી.કે.કૃપલબેન, બી.કે.આરતીબેન, બી.કે.પારુલબેન, બી.કે.મનિષાબેન, બી.કે.ખુશ્બુબેન, હરિશભાઈ ગોહેલ અને .ભરત શાહ પણ સામેલ હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *