ટાઈપ ૧ જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

શ્રી અમિતભાઈ શાહના સંવેદનશીલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં જુવેનાઈલ ડાયાબિટીક બાળકોને કેન્દ્રની ભાજપા સરકારની દુરંદેશી પહેલનો લાભ મળે તે દિશામાં ઉભી કરવામાં આવી સંકલિત વ્યવસ્થા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલીનની પહેલ ભાજપાના ‘સેવા, સંવેદના અને સુરક્ષા’ના સંકલ્પનું પ્રતિબિંબ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
અનેક વિકસિત દેશો પણ આવી નિઃશુલ્ક ઇન્સ્યુલીનની વ્યવસ્થા અમલમાં મૂકી શક્યા નથી, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ એક ઐતિહાસિક પહેલ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
નિઃશુલ્ક ઇન્સ્યુલીન આપવાની આ પહેલ ‘દીકરીની રક્ષા અને દીકરીના સ્વાસ્થ્ય’ પ્રત્યેની ભાજપાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.” – શ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી ટાઇપ ૧ જુવેનાઈલ ડાયાબિટીગ્રસ્ત બાળકીઓ સાથે કરી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બાળાઓએ શ્રી શાહને રક્ષાસૂત્ર બાંધી હતી. શ્રી અમિતભાઈ શાહે આ તબક્કે સર્વેને રક્ષાબંધન પર્વની તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકીઓ ટાઇપ ૧ ડાયાબિટીસગ્રસ્ત હોય તેમને જીવનભર ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન લેવા જરૂરી બન્યા છે. આ પ્રકારની આરોગ્ય સમસ્યાઓના નિવારણ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં 30 એપ્રિલ 2026ના રોજ “રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 હેઠળ બાળકોમાં ડાયાબિટીસ મેલિટસ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
આ પ્રકારની સમસ્યામાં આજીવન ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. વંચિત અને આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સારવારનો ખર્ચ મોટો આર્થિક બોજ બની રહે છે.
શ્રી અમિતભાઈ શાહના સંવેદનશીલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ ૦ થી ૧૮ વર્ષના ટાઇપ ૧ જુવેનાઈલ ડાયાબિટીસની સમસ્યા ધરાવતા બાળકોને કેન્દ્રની ભાજપા સરકારની આ દુરંદેશી પહેલ હેઠળ નિઃશુલ્ક ઇન્સ્યુલીનનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આ બાળકીઓ સહિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આ પ્રકારની સમસ્યા ધરાવતા બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલીન મળી રહે તે માટે સ્ક્રીનિંગ -નિદાન -ઇન્સ્યુલિન/સારવાર – મોનિટરિંગ – ફોલોઅપ”ની સંકલિત વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે.
શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતુ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ એક ઐતિહાસિક પહેલ છે, કારણ કે અનેક વિકસિત દેશો પણ આવી નિઃશુલ્ક ઇન્સ્યુલીનની વ્યવસ્થા અમલમાં મૂકી શક્યા નથી. કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારના બાળકો માત્ર સારવારના ખર્ચને કારણે જીવનજરૂરી ઇન્સ્યુલીનથી વંચિત ન રહે. આ વિચાર સાથે ડાયાબિટીસગ્રસ્ત બાળકો માટે જરૂરી ઇન્સ્યુલીન ઉપલબ્ધ કરાવવાની આ પહેલ ભાજપાના ‘સેવા, સંવેદના અને સુરક્ષા’ના સંકલ્પનું પ્રતિબિંબ છે.
આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “ભાજપા સરકાર માટે જનસેવા માત્ર એક જવાબદારી નથી, પરંતુ સંવેદનશીલ શાસનનો મૂળમંત્ર છે. દીકરીનું સ્વાસ્થ્ય સુરક્ષિત હશે તો જ પરિવાર અને સમાજનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. રક્ષાબંધનના પવિત્ર પર્વે દીકરીઓને નિઃશુલ્ક ઇન્સ્યુલીન આપવાની આ પહેલ ‘દીકરીની રક્ષા અને દીકરીના સ્વાસ્થ્ય’ પ્રત્યેની ભાજપાની પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે.”

શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા સતત પ્રયાસોના પરિણામે આજે દેશના સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બની રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કેન્દ્રની જનકલ્યાણલક્ષી યોજનાઓને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે દીકરીઓના સ્વાસ્થ્યની રક્ષા માટે લેવાયેલ આ સંકલ્પ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ‘સેવા પરમો ધર્મઃ’ની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.