મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના 2023-24 – 2024-25ના વર્ષના કુલ 15.37 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના વર્ષ 2023-24ના ડિવિડન્ડ પેટે 11.14 કરોડ તેમજ 2024-25ના ડિવિડન્ડ પેટે 4.23 કરોડ મળીને કુલ 15.37 કરોડ રૂપિયાના ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યા હતા.આ નિગમ રાજ્યમાં 1969થી ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરના સીધા વિતરણ, કૃષિ મશીનરી-ટુલ્સનું ઉત્પાદન અને વહેંચણી તેમજ એગ્રો પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ ઉદ્યોગોની સ્થાપના અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાના મુખ્ય ઉદ્દેશ્યો સાથે કાર્યરત કરવામાં આવેલું છે.

મુખ્યમંત્રીશ્રીને આ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ડિવિડન્ડ ચેક કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને કૃષિ ખેડૂત કલ્યાણના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ અર્પણ કર્યા હતા.રાજ્ય સરકારનું આ સાહસ લગભગ 1156 જેટલા એગ્રી બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી ખેડૂતોને ફર્ટિલાઇઝર- નોન ફર્ટિલાઇઝર એગ્રો ઈનપુટનું વેચાણ કરે છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવી હતી.એટલું જ નહીં, બાવળા, અમદાવાદ એરપોર્ટ, ઝઘડિયા અને નરોડા તથા મહુવા ખાતે વિવિધ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ સ્થાપવામાં આવી છે. અમદાવાદના ત્રાગડમાં એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબના નિર્માણની કામગીરી પણ આ નિગમે હાથ ધરી છે

મુખ્યમંત્રીશ્રીને નિગમની અન્ય પ્રવૃત્તિઓ GI ટેગ, મિલેટ વેલ્યુ એડિશન યુનિટ, બનાના ફાઇબર એક્સટ્રેક્શન અને પાવડર પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે તેની વિગતો પણ અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ આપી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ ડિવીડન્ડ ચેક અર્પણ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના એમ.ડી. શ્રી વિજય ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *