નાગપંચમીના પાવન પર્વે એદલા-પુંજાપુરા 1.50 કિમી એપ્રોચ રોડનું લોકાર્પણ

રૂ. 140 લાખના ખર્ચે નિર્મિત માર્ગનું ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ : શ્રદ્ધા, સેવા અને વિકાસનો ત્રિવેણી સંગમ

પવિત્ર નાગપંચમી પર્વ-૨૦૨૬ ના શુભ અવસરે એદલા ગામ ખાતે ભક્તિ અને વિકાસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. એદલા ખાતે આવેલ શ્રી ગોગા મહારાજ તથા સિંકોતર માતાજીના મંદિર ખાતે યોજાયેલા પાવન પ્રસંગે સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી માન. બલવંતસિંહ રાજપૂત ના વરદ હસ્તે એદલા ગામેથી પુંજાપુરા સુધીના ૧.૫૦ કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંદાજિત રૂ. ૧૪૦ લાખના ખર્ચે આ માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ધારાસભ્યશ્રીએ પૂર્ણ કરી છે.આ માર્ગ માત્ર રસ્તો નથી, વિકાસનો માર્ગ છેઆ એપ્રોચ રોડ માત્ર આવન-જાવન માટેનો રસ્તો નથી, પરંતુ એદલા સહિત આસપાસના  ગામોના નાગરિકોના જીવનને વધુ સરળ બનાવતો વિકાસનો માર્ગ છે. આ માર્ગ બનવાથી:

  • ખેડૂતોને ખેતીની ચીજવસ્તુઓ અને પાક બજાર સુધી લઈ જવામાં સરળતા રહેશે
  • .વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને રોજિંદી અવરજવરમાં સુવિધા મળશે.
  • ચોમાસામાં કાદવ-કીચડની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
  • ગામો વચ્ચેનું જોડાણ વધુ સુગમ અને મજબૂત બનશે.

નાગપંચમીના આ પવિત્ર પર્વે યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી અજમલનાથજીની પાવન ઉપસ્થિતિ રહી હતી. તેમના આશીર્વચનથી કાર્યક્રમની શોભા વધી હતી.આ પ્રસંગે શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી રણછોડભાઈ દેસાઈ, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી મોહનભાઈ પટેલ, શ્રી સોવનજી ઠાકોર, શ્રી રમેશભાઈ દેસાઈ (અબલુવા), શ્રી રમેશભાઈ દેસાઈ (મોરપા), શ્રી જલૂજી ઠાકોર, શ્રી બળદેવભાઇ દેસાઈ, શ્રી લખમણભાઈ દેસાઈ, શ્રી મહીપતસિંહ રાજપૂત, શ્રી ભાવેશભાઈ જોશી અને શ્રી જસુભાઈ પટેલ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં ગ્રામજનોએ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબનો આ વિકાસકાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધા, સેવા અને વિકાસના આ પાવન સંગમ સાથે ગ્રામવિકાસની યાત્રા અવિરત આગળ વધતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *