પ્રા.આ કેન્દ્ર રાનવેરી કલ્લા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રિપોર્ટ ,મયુર પટેલ
માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ,માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા ક્ષય અધિકારીશ્રી,નવસારી માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રોટરી કલબ બ્લડ બેંક ચીખલી ના સહયોગથી પ્રા. આ. કેન્દ્ર રાનવેરી કલ્લા ખાતે સેવા મેરા યોગદાન કાર્યકર્મ અન્વયે પ્રા.આ.કેન્દ્ર રાનવેરી કલ્લા ,રાનકુવા,કૂકેરી ,કાંગવઈ ના વિસ્તારનો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં પ્રા. આ. કેન્દ્ર રાનવેરી કલ્લા વિસ્તારના જિલ્લા પંચાયત સભ્યશ્રીશ્રીઓ ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. અલ્પેશભાઈ જી. પટેલ,કાંગવઇ પ્રા. આ. કેન્દ્રના ડો સ્નેહલ પટેલ હાજર રહ્યા હતા જેમાં કુલ 32 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું.અંતે ડો. હિમાંશુ બી. પટેલ દ્વારા સૌનો આભાર માન્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવાં પ્રા.આ.કેન્દ્ર રાનવેરી કલ્લા તેમજ અન્ય પ્રા.આ.કેન્દ્ર નના સેજા હેઠળના MPHW,CHO,FHW,આશાબેનો આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.