ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સિદ્ધપુરમાં 131 આદિવાસી યુગલોના સમૂહ લગ્ન અને 6 દીકરીઓને કરિયાવર વિતરણ

સાદગી અને એકતાનું પ્રતિક: સિદ્ધપુરમાં MLA બલવંતસિંહ રાજપૂતે 6 આદિવાસી દીકરીઓને કરિયાવર આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા

આદિવાસી ભીલ ગુજરાત સંગઠનનો સેવાયજ્ઞ: ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કન્યાદાન

આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા આયોજિત 131 યુગલોના ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ અંતર્ગત સિદ્ધપુર વિસ્તારની 6 દીકરીઓના કરિયાવર વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને સુખમય અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે હૃદયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ગૌરવ અને પ્રેરણામૂર્તિ ભગવાન બિરસા મુંડાજીના આદર્શો, સ્વાભિમાન અને સંઘર્ષને આજની પેઢીએ યાદ રાખવા જોઈએ. તેમણે કહ્યું કે આવા સમૂહ લગ્નો આજના મોંઘવારીના સમયમાં સાદગી અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેનાથી સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચાઓ દૂર થાય છે. સમાજમાં શિક્ષણ, સંગઠન અને સામાજિક સમરસતા વધુ સુદ્રઢ બને તે માટે સૌએ સંકલ્પબદ્ધ થવું પડશે.આ ભવ્ય કાર્યક્રમમાં પૂજ્ય અર્જુનદાસ મહારાજ તેમજ શ્રી વિપુલભાઈ રાણા, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી અંકુરભાઇ મારફતિયા, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી અજયભાઈ દવે, શ્રી રોહિતભાઈ રાણા, શ્રી ભરતભાઈ મોદી, શ્રી જીગરભાઈ ઠાકોર, શ્રી સુરેશભાઈ ભીલ તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રીએ સૌ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *