આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ડાયમંડ હોસ્પિટલની મુલાકાત લીધી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે વરાછાની ચીકુવાડી સ્થિત સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ તા.૧૭મીના રોજ તમામ ઓપીડી તથા પ્રસૃત્તિ વિનામુલ્યે સારવાર કરવામાં આવી હતી. જેની આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્ટાફ સભ્યો સાથે મળીને ભગવાન ગણેશજીની વંદના અને આરતી કરીને દિવસનો શુભારંભ કરાવ્યો હતો.આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડાયમંડ હોસ્પિટલએ સામાજિક સેવાની ભાવના સાથે કાર્ય કરતી હોસ્પિટલ છે. હોસ્પિટલ દ્વારા તમામ વિભાગની ઓપીડી તથા પ્રસૃતિ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે જે બદલ સૌ ટ્રસ્ટીઓ, દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલ હંમેશાં સામાજિક સેવાના ભાવ સાથે દર્દીઓને રાહત દરે ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવા માટે જાણીતી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે મોટી સંખ્યામાં દર્દીઓએ વિનામૂલ્યે સારવારનો લાભ મેળવ્યો હતો. આ અવસરે માવાજીભાઈ માવાણી, સી.પી.વાનાણી, દિનેશભાઈ નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનશ્રીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે વરાછાની ચીકુવાડી સ્થિત ડાયમંડ હોસ્પિટલ દ્વારા આજના દિવસે તમામ ઓપીડી અને પ્રસૂતિ સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત, આજના પવિત્ર દિવસે હોસ્પિટલમાં થનારી તમામ ડિલિવરી પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ખૂબ મોટી રાહત સમાન છે.