વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરમાં સેવા-સંકલ્પ યાત્રા યોજાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગરમાં સેવા-સંકલ્પ યાત્રા યોજાઈ

મહેસૂલ મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની વિશેષ ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજાઈ; મંદિર દર્શન, કળશ યાત્રા, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા સેવા-પર્યાવરણનો સંદેશ અપાયો

 

કમલમ ન્યુઝ ઈકબાલ મેમણ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગર ખાતે સેવા-સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રીશ્રી સંજયસિંહ મહીડા વિશેષ ઉપસ્થિત રહી બાઇક રેલીમાં જોડાયા હતા.

સેવા-સંકલ્પ યાત્રાનો પ્રારંભ હિંમતનગર સ્થિત ઉમિયા પરિવાર ખાતેથી કરવામાં આવ્યો હતો. બાઇક રેલીના પ્રસ્થાન પૂર્વે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત આગેવાનોએ મંદિર ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ બાઇક રેલીના સ્વરૂપમાં યાત્રા આગળ વધી હતી. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર જોડાઈ સેવા-સંકલ્પનો સંદેશ આપવામાં આવ્યો હતો.

યાત્રાના ભાગરૂપે મોતીપુરા ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આગળ વધેલી સેવા-સંકલ્પ યાત્રા નવાનગર ખાતે પહોંચી હતી, જ્યાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા અને સામૂહિક એકતાના માહોલ વચ્ચે યોજાયેલી કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ યાત્રા દેરોલ મુકામે પહોંચી હતી, જ્યાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને સેવા અને સામાજિક જવાબદારી સાથે સાંકળતા યોજાયેલી આ વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વચ્છ પર્યાવરણ, સ્વચ્છતા, સામૂહિક સહભાગિતા અને સમાજસેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદશ્રી શોભનાબેન બારૈયા, પૂર્વ સાંસદશ્રી કિરીટભાઈ સોલંકી, હિંમતનગરના ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ડી. ઝાલા, , પ્રદેશ મહિલા મોરચા મહામંત્રીશ્રીમતી જાનવીબેન વ્યાસ, જિલ્લા મહામંત્રીશ્રી બીપીનભાઈ ઓઝા, પરિમલભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, રવિન્દ્રસિંહ પરમાર, કુલદીપભાઈ પાઠક, હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નરેશભાઈ પરમાર, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખશ્રી ભગાભાઈ પરમાર, શ્રેયાંસ બારોટ, ભગીરથસિંહ ઝાલા, રાજુભાઈ પંચાલ, જયેશભાઈ પટેલ, ભારતસિંહ ઝાલા, ગીરીશભાઈ પટેલ, પૃથ્વીસિંહ રાઠોડ સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *