
પ્રધાનમંત્રીએ મહિલા દિવસ નિમિત્તે મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનો ખરીદ્યા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મહિલા સ્વ સહાય સમૂહો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી તેના ઉત્પાદનો ખરીદ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકો અને આત્મનિર્ભર ભારતને વેગ આપવાનો તેમનો આ પ્રયાસ છે.આત્મનિર્ભરતા માટે ભારતના જુસ્સામાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતા શ્રી મોદીએ ટ્વીટ કરી હતી કે, “આત્મનિર્ભર બનાવાની ભારતની લાગણીમાં મહિલાઓ મોખરાની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચાલો સૌ સાથે મળીને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ થઇએ., મેં મહિલા ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને ભારતની સંસ્કૃતિની ઉજવણી કરવા માટે કેટલીક વસ્તુઓ ખરીદી છે

