દરીયાઇ શહેર માંડવી નો ૪૪૧માં સ્થાપનાદિન ની ઉજવણી કરાઈ

દરીયાઇ શહેર માંડવી નો ૪૪૧માં સ્થાપનાદિન ની ઉજવણી કરાઈ

પ્રથમ વખત હેડ ક્લાર્ક કાનજી શિરોખાના અને કર્મચારીગણના કરકમળો દ્વારા શાસ્ત્રોકત વિધિથી ખીલી પૂજન કાંઠાવાળા નાકા પર આવેલ દેવી માંનું પૂજન તેમજ નાકાને આસોપાલવ થી તોરણ વિધિ કરવામાં આવેલ

માંડવી શહેરના ૪૪૧ માં સ્થાપના દિવસ નિમિતે માંડવી નગરપાલિકા દ્વારા બંદર રોડ સ્થિત પુરી બ્રધર્સ કચેરીમાં પ્રથમ વખત હેડ ક્લાર્ક કાનજી શિરોખાના અને કર્મચારીગણના કરકમળો દ્વારા શાસ્ત્રોકત વિધિથી ખીલી પૂજન કાંઠાવાળા નાકા પર આવેલ દેવી માંનું પૂજન તેમજ નાકાને આસોપાલવ થી તોરણ વિધિ કરવામાં આવેલ . તેમજ ટોપણસર તળાવમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામુહિક સફાઈ આદરવામાં આવેલ . કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડા , માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ માંડવી નગરપાલિકાના વહીવટદાર અને મુખ્ય અધિકારીશ્રી સંદિપસિંહ ઝાલાએ માંડવી શહેરના ૪૪૧ માં સ્થાપના દિન પર્વે માંડવી શહેર વિકાસશીલ શહેર બને વેપારમાં વૃધ્ધિથાય અને શહેરના નાગરીકો સ્વસ્થ રહે તે માટે માંડવીના નાગરિકોને તેમજ બહાર વસ્તા તમામ માંડવી વાસીઓને સંદેશા મારફતે શુભેચ્છા આપેલ .

આ પ્રસંગે હેડ કલાર્ક કાનજી શિરોખાએ માહિતી આપતા જણાવ્યું કે , મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાના અથાગ પ્રયત્નોથી ગુજરાત સરકારશ્રી દ્વારા ભરતી અંગેના રોસ્ટરને મંજુરી મળી જતાં ટૂંક સમયમાં સફાઈ કામદારોને કાયમી કરવામાં આવશે . તેવી માહિતી આપેલ હતી . જિલ્લા ભાજપના મહામંત્રી અને માંડવી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અનિરૂધ્ધભાઈ દવે , પૂર્વ અધ્યક્ષ મેહુલભાઈ શાહ , તેમજ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવેએ માંડવી શહેરના ૪૪૧ માં સ્થાપના દિને માંડવીના નાગરિકોને
શુભકામના પાઠવી નગરના લોકોએ પણ માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કામોને જનભાગીદારીથી કરવા અનુરોધ કર્યો હતો . શહેરને સ્વચ્છ અને સ્વરથ રાખવા માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા વાહન નિકળે છે . તેમા કચરો નાખવા લોકોને જાગૃત કર્યા હતા . આ પ્રસંગે પૂર્વ અધ્યક્ષ અરવિંદભાઈ ગોહિલ , સુજાતાબેન ભાયાણી , ઉર્મિલાબેન પિઠડીયા , વાડીલાલ દોશી , તારાબેન ગોસ્વામી , વિનોદભાઈ થાનકી , હેમાંગ કાનાણી , દિનેશ હિરાણી , કર્મચારીઓ મુકેશ ગોહિલ , ચેતન જોષી , રમેશ ઝાલા , પ્રવિણ સુથાર , મનજી પરમાર , હિતેષ કટા , જયેશ ભેડા , ભુપેન્દ્ર સલાટ , વ્રજેશ મહેશ્વરી , મેહુલ ભટ , મોશીન કોરેજા , જિતેશ ખેતાણી , ભરત ડાંગેરા , મોહન પરમાર તેમજ સેનિટેશન કર્મચારીઓ , રાયશી મહેશ્વરી , જીતેશગીરી ગોસ્વામી , મહેશ જોષી , ધવલ જેઠવા , વિનોદ મહેશ્વરી , વિપુલ ઝાલા આશાબેન ઝાલા , પ્રિતીબેન સંઘવી , જયોત્સનાબેન કણા , ચેતનાબેન શાહ , સિધી જોષી , ચાંદની દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.માંડવી નગરજનો ની સાથે નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રતિનધીઓ હાજર રહ્યા હતા…(અજય ખત્રી)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *