
હિંમતનગર તાલુકાના સઢા–રૂપાલ રોડના રિસરફેસિંગ કામ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧.૮૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવતાં સઢા ગામના સરપંચશ્રી સહિત ગામના આગેવાનો દ્વારા સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ વિકાસકાર્ય માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર તેમજ હિંમતનગરના ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ડી. ઝાલાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સઢા–રૂપાલ રોડનું રિસરફેસિંગ કામ પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ આસપાસનાં ગામોના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. વર્ષોથી માર્ગની સુવિધામાં સુધારો થવાની અપેક્ષા રાખતા ગ્રામજનો માટે આ મંજૂરી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે. આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારની માર્ગ સુવિધા વધુ સુદૃઢ બનશે અને રોજિંદા અવરજવરમાં સરળતા રહેશે.આ પ્રસંગે સઢા ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ રાઠોડ, વિજયભાઈ વ્યાસ, પ્રહલાદભાઈ સુથાર, બાલમુકુંદભાઈ ગોર, ગાભાભાઈ વણકર, હસમુખભાઈ ગોર, અજીતસિંહ સોલંકી, પ્રજ્ઞેશભાઈ ગોર સહિતના આગેવાનોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કમલમ , ઈકબાલ મેમણ