
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસુ ખ્રિસ્તને કરૂણાના આદર્શ અવતાર કહ્યા છે.
ગૂડ ફ્રાઈડે પર એક સંદેશામાં શ્રી મોદીએ ટ્વીટમાં કહ્યું, ‘ગૂડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના સંઘર્ષો અને બલિદાનો વિશે યાદ અપાવે છે. દયાના એક આદર્શ અવતાર, જેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા અને બીમારોને સ્વસ્થ કરવા માટે સમર્પિત હતા.’

