શ્રી માંડવી મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ શ્રી મંછાદેવી મહિલા મંડળ માંડવી-કચ્છ દ્વારા સમાજ નાં ૪૫ વર્ષ થી ઉપરનાં ભાઈ બહેનો માટે સિવિલ હોસ્પીટલ માંડવી નાં સહયોગથી કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન દરજી સમાજવાડી મધ્યે કરવામાં આવ્યું હતું જેમાં હેલ્થ અધિકારી ડોકટર પાસવાન નાં માર્ગદર્શન હેઠળ ૪૦ થી વધુ લોકોએ વેક્સિન આપવા માં આવી હતી.
ઉપરોક્ત કેમ્પ માં શ્રી મચ્છુ કઠિયાસઈ-સુતાર જ્ઞાતિ ના પ્રમુખ ભૂપેનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકીય આગેવાન નરેનભાઈ સોની,વિજય ભાઈ ચોહાણ લાંતિક શાહ અને પૂજાબેન મોતી વરસ હાજરી આપી હતી કાર્યક્રમ ની વ્યવસ્થા મહિલા મંડળ ની ટીમે સંભાળી હતી તેમજ સિવિલ હોસ્પિટલ ના ઉપસ્થિત સમગ્ર સ્ટાફ નો શ્રી મંછદેવી મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજન ને સફળ બનાવવા રૂપાલીબેન પરમાર એ જહેમત ઉપાડી હતી
.(રિપોર્ટ:- અજય ખત્રી)



