નૂતન હોસ્પિટલના કોવિડ વેજીગ્નેટેડ સેન્ટરની મહેસાણા જિલ્લા પ્રભારી , સચિવ ની મુલાકાત -કોરોના દર્દીઓની સારવારથી ખુબજ પ્રભાવિત નૂતન હોસ્પિટલના સેવાભાવી પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા ખૂબજ વિકટ કોરોના વૈશ્વિક મહામારી એ ફરી ઊથલો માર્યો અને કોરોના દર્દીઓની સંખ્યા વધતાં અને દર્દીઓને જરૂરિયાત ઊભી થતા તુરંત જ પ્રયત્નો કરી માન્યતા મેળવી હોસ્પિટલમાં કોરોના વિભાગ માં 50 બેડની વ્યવસ્થા કરી અને ટૂંક સમય માં જ મોટા ભાગ ના બેડ કોરોના દર્દીઓથી ભરાઈ ગયા.વધુ બેડની મંજૂરી માંગતા આરોગ્ય વિભાગે સરકારી નિયમોને આધીન થઈ રાહતદરે કોરોના દર્દીઓ માટે 50 પ્રાઈવેટ બેડ મંજૂર કરેલ છે અને ૨૫ સરકારી બેડની મંજૂરી આપેલ છે . જેમાં આયુષ્માન યોજના અંતર્ગત બીપીએલ તરીકે નોંધાયેલા નાગરિકોને મફત સારવાર મળશે આરોગ્ય વિભાગ દ્વારા તા -૦૮ / ૦૪ / ૨૦૨૧ ના રોજ જિલ્લા પ્રભારી સચિવ શ્રી ધનંજય ત્રિવેદી સાહેબ , મામલતદાર શ્રી બી જી પરમાર , ટી એ ચ ઑ ડો રાજુભાઇ ઇ.એમ ઓ પ્રાંત અધિકારી શ્રી સી . સી પટેલ સહિત વિવિધ અધિકારીઓએ નૂતન હોસ્પિટલ ખાતે ચાલતા કોવિડ વિભાગની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ માં અપાતી સારવારનું નિરીક્ષણ કર્યું હતું અને નિષ્ણાત ડોક્ટર , પેરામેડિકલ ટીમ , નર્સિંગ સ્ટાફ લાઇફ સેવિંગ સાધનો ઇન્ફાસ્ટ્રક્ટર F ગેરેથી ખુબજ પ્રભાવીત થયા હતા અને સંતોષ વ્યકત કર્યો હતો સંસ્થા દ્વારા ચાલતી દર્દીઓ માટેની આરોગ્ય લક્ષી સેવાકીય કાર્યો અંગેની માહિતી ચેરમેનશ્રી પ્રકાશભાઈ પટેલ સુપ્રિ . શ્રી પંકજભાઈ નિમ્બાલકર સાહેબ આરએમઑ ડો તેજસ પટેલે આપી હતી અને જરૂર પડે તો નૂતન હોસ્પિટલ દ્વારા 150 સુધી કોવિડ બેડની તૈયારી કરી રાખેલ છે . આ પ્રસંગે મેડિસિન વિભાગનો HOD અને ક્રીટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ પણ હાજર રહ્યા હતા (રિપોર્ટ-ડેવિડ પટેલ મહેસાણા)





